Charotar Sandesh
દક્ષિણ ગુજરાત

આગામી ચાર-પાંચ દિવસમાં સુરતમાં વાવાઝોડું ટકરાય તેવી સંભાવના…

સુરત : વાવાઝોડું ફરી ગુજરાતના કાંઠા વિસ્તારોને ધમરોળે તેવી સ્થિતિ ઉભી થઈ છે. આગામી ચાર-પાંચ દિવસોમાં વાવાઝોડું સુરતમાં ટકરાય તેવી સંભાવના છે. અરબી સમુદ્રમાં બની રહેલી સાઈક્લોનિક સિસ્ટમને કારણે ૪ જુનની આસપાસ ટકરાય સુરતમાં વાવાઝોડું ટકરાય તેવી સંભાવના છે. સુરત જિલ્લાના અનેક વિસ્તારો વાવાઝોડું ટકરાશે. વાવાઝોડાને કારણે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. પવન સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. કેરળની નજીક અરબ સાગરના તળથી ૫.૮ કિલોમીટર ઉપર સાઈક્લોનિક સરક્યુલેશન પેર્ટન બની રહી છે. આ સિસ્ટમ ૫ દિવસ બાદ ચક્રવાતમાં પરિવર્તિત થઈને ગુજરાતમાં પોરબંદર-સૌરાષ્ટ્રમાં આગમન કરશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
જો વાવાઝોડાની દિશા બદલાઈ તો સુરતમાં ૩ થી ૪ જૂનની વચ્ચે ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ભારે પવન સાથે ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ચક્રવાતને લઈને હજી કોઈ અધિકારિક જાહેરાત કરી નથી. ડિસેમ્બર ૨૦૧૭ના પહેલા સપ્તાહમાં કેરળની નજીક એક લો પ્રેશર ડેલવપ થઈને ચક્રવાતમાં પરિવર્તિત થયું હતું. આ વાવાઝોડાને ઓખી નામ આપવામાં આવ્યું હતું. ઓખી વાવાઝોડાની ચેતવણીથી તંત્ર એલર્ટ થયું હતુ અને કાંઠા વિસ્તારના ગામડાઓની સાથે સાથે શહેરોના કાચા ઘરોમાં રહેનારાઓનુ સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
ઓખી વાવાઝોડું સુરતની નજીક સમુદ્રમાં સમાઈ ગયું હતું, જેનાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ગુજરાત તરફ વધી રહેલા ચક્રવાતનો સામનો કરવા માટે સુરત મહાનગરપાલિકાની ટીમે તૈયારી કરી લીધી છે. મંગળવારે આયોજિત મીટિંગમાં સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ અધિકારીઓ સાથે તૈયારીઓનું પ્લાનિંગ કર્યું હતું. જોકે, શહેરમાં પ્રિમોન્સૂન કામગીરી પણ તેજીથી ચાલી રહી છે તેવુ તેઓએ જણાવ્યું. આ સાથે જ ગુજરાત તરફ અરબ સાગરમાંથી આવી રહેલ ચક્રવાતનો સામનો કરવા માટે પાલિકાની ટીમ પણ તૈયાર છે.

Related posts

હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવું નજરાણું ઉમેરાશે : નર્મદા મૈયાની ભવ્ય આરતીનું આયોજન, જુઓ વિગત

Charotar Sandesh

“ગો…કોરોના..ગો… ‘જનતા કરફ્યુ’ ગુજરાત સજ્જડ બંધ…

Charotar Sandesh

ડીજે, મંડપ, ડેકોરેટર્સ, ફોટોગ્રાફ સહિતનાએ કલેક્ટરને છૂટ આપવા આવેદનપત્ર આપ્યું…

Charotar Sandesh