Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : ચાઇનીઝ તુકકલ અને ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટીક દોરી ઉપયોગ કરવા-ઉડાવવા પર પ્રતિબંધ…

આણંદ : છેલ્લા ઘણા સમયથી લોકો દ્વારા દિવાળી, ઉત્તરાયણ તથા અન્ય તહેવારો દરમિયાન રાત્રિના સમયે તેમજ ખાસ કરીને ઉત્તરાયણના તહેવારમાં સ્કાય લેન્ટર્ન (ચાઇનીઝ તુકકલ) ઉડાડવાની પ્રથા શરૂ થઇ છે. આ સ્કાય લેન્ટર્ન પવન અથવા કોઇ વસ્તુ સાથે અથડાય છે ત્યારે તેમાં આગ લાગે છે અને તે જમીન પર આવે છે. આ સ્કાય લેન્ટર્ન ઉડયા પછી ગમે તે સ્થળે પડતા હોઇ આગ લાગવાના પ્રસંગો પણ બની શકતા હોય છે તેમજ પ્લાસ્ટીક અથવા સિન્ટેથીક મટીરિયલ્સમાંથી બનાવેલા ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટીક દોરીના કારણે પક્ષીઓ તથા મનુષ્યોને ઘાતક ઇજાઓ થતી હોય છે. ઘણીવાર આવી ઘાતક ઇજાઓને કારણે માનવ કે પક્ષીનું મૃત્યુ પણ નીપજી શકે છે. આથી આવી જીવલેણ કે ઘાતક ઇજા નિવારવા અને આવા પાકા ચાઇનીઝ દોરથી માનવીઓ અને પક્ષીઓને રક્ષણ આપવું જરૂરી છે.

ચાઇનીઝ તુકકલની ગુણવત્તા સારી હોતી નથી અને સસ્તા મીણના ચોસલા તેમાં બળતણ તરીકે વપરાય છે. જે બાયો ડીગ્રેડેબલ ન હોવાથી તે મોટી પર્યવારણીય આપત્તિ સર્જી શકે છે. ભૂતકાળમાં સ્કાય લેન્ટર્નને કારણે તહેવારો દરમિયાન આગના બનાવો બનેલા હોઇ તેના પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી પી. સી. ઠાકોરએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂઇએ સમગ્ર આણંદ જિલ્લામાં સસ્તા કાગળમાંથી બનેલા સ્કાય લેન્ટર્ન કે જેમાં મીણના ચોસલા બળતણ તરીકે વપરાય છે તેવા તુકકલ તથા તે માટેની સામગ્રીનો કોઇપણ વેપારી-વ્યકિત કે સંસ્થાએ ખરીદ, વેચાણ, સંગ્રહ, બક્ષિસ, ભેટ કે ઉપયોગ કરવા પર તથા આવા ચાઇનીઝ તુકકલ ઉડાડવા પર તેમજ ચાઇનીઝ માંઝા, નાયલોન, પ્લાસ્ટીક દોરી, સિન્થેટીક માંઝા, સિન્થેટીક પદાર્થથી કોટીંગ કરેલ હોય અને નોન-બાયોડીગ્રેબલ દોરી હોય તેવી દોરી, કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમાં લેવાતા અન્ય હાનિકારક પદાર્થોનો કે તે માટેની જરૂરી સામગ્રીનો કોઇપણ વેપારી-વ્યકિત કે સંસ્થાએ ખરીદ, વેચાણ, સંગ્રહ, બક્ષીસ, ભેટ કે ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

આ પ્રતિબંધનો અમલ સમગ્ર આણંદ જિલ્‍લામાં તાત્કાલિક અસરથી અમલમાં આવે તે રીતે
તા. ૨૦/૧/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. જયારે આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

Related posts

આણંદ : આંકલાવ તાલુકાના ૩ યુવાનો બાઇક સાથે કેનાલમાં ખાબક્યા, એકનો બચાવ

Charotar Sandesh

ખંભાતમાં અંજપાભરી શાંતિ વચ્ચે પોલીસની ચાંપતી નજર : મૃતકની સ્મશાનયાત્રા નીકળી

Charotar Sandesh

લાંભવેલમાં દારૂના નશામાં ચૂર પૂર્વ જમાઇએ વૃદ્ધ સાસુની કમકમાટીભરી હત્યા કરતા પંથકમાં ચકચાર…

Charotar Sandesh