Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ : વહેરાખાડી ગામે રેતી ખનન કરતા ભુમાફીયાઓ દ્વારા તલાટી પર હિચકારો હુમલો કરાતા રોષ…

આણંદ : આણંદ જિલ્લાના વહેરાખ ાડી ગામની સીમમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરી રહેલા ખનન માફિયાઓને રોકવા જતાં તલાટી ઉપર હિચકારો હુમલો કરી ગડદાપાટુનો માર મારી જાનથી માી નાખવાની ધમકીઓ આપવામાં આવતા બનાવ સંદર્ભે ખંભોળજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

ખંભોળજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વિશાલભાઈ વનાભાઈ ભરવાડ અને અન્ય ભરવાડ કોમના ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી…

મળતી વિગતો અનુસાર વ્હેરાખાડી સીમમાં સર્વે નં. ૭૫૭ પૈકી ચારવાળી જમીનમાંથી માટી ખનન થઈ રહ્યું હોય જેથી આ જમીન માલિક ગણપતભાઈ વાલજીભાઈ ડાભીની તલાટી કમલેશ સોલંકીએ પુછપરછ કરતા તેઓએ કહ્યું હતું કે આ માટી ખનન બાબતે તેઓએ કોઈપણ પ્રકારની કાયદેસરની મંજુરી કે અધિકૃત અધિકારી પાસેથી રોયલ્ટી પાસ મેળવેલ નથી. જેથી વ્હેરાખાડી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કમલેશ વિનોદભાઈ સોલંકી અને સરપંચ પ્રવિણભાઈ માધાભાઈ પરમાર ઘટનાસ્થળે તપાસ કરવા ગયા હતા. ત્યારે માટી ખનનના સ્થળે જેસીબી મશીનથી માટી ખોદી ડમ્પર ટ્રકમાં માટી ભરી લઈ જવામાં આવતી હતી અને ચાર ડમ્પર તથા બે જેસીબી મશીનથી કામ થઈ રહ્યું હતું. જેથી આ બાબતે પુછપરછ કરતા આ માટી ખોદીને રાધાકૃષ્ણ પોલ્ટ્રી ફાર્મના માલિક પ્રવિણભાઈ દેસાઈભાઈ પટેલની પોલ્ટ્રીમાં લઈ જવામાં આવતી હોવાથી તેમજ આ માટી ખોદકામનો કોન્ટ્રાક્ટ દેવરામપુરા ગામનો વિશાલભાઈ વનાભાઈ ભરવાડે રાખ્યો હોવાનું જણાય છે. જેથી આ બાબતે તલાટી કમ મંત્રી કમલેશ સોલંકીએ તેઓની પરવાનગી બાબતે પુછપરછ કરતા વિશાલ વનાભાઈ ભરવાડ ઉશ્કેરાઈ ગયો હતો. અને વિશાલ ભરવાડ સહિત ભરવાડોએ કમલેશભાઈ સોલંકીને ખેંચીને બાજુમાં ખેતરમાં લઈ જઈ ગડદાપાટુનો માર મારી મોબાઈલ ખુંચવી લઈ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. અને સરકારી ફરજમાં અવરોધ ઉભો કરી જેસીબી મશીન અને ડમ્પરો લઈને ભાગી છુટ્યા હતા. જેથી આ બનાવ અંગે તલાટી કમ મંત્રી કમલેશ સોલંકીએ તાલુકા વિકાસ અધિકારી અમિત પટેલને જાણ કર્યા બાદ આ બનાવ અંગે ખંભોળજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વિશાલભાઈ વનાભાઈ ભરવાડ અને અન્ય ભરવાડ કોમના ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • Jignesh Patel, Anand

Related posts

૨૦ હજારની લાંચ લેતા બોરસદના નાયબ મામલતદાર રંગેહાથે ઝડપાયા…

Charotar Sandesh

વડોદરામાં જગન્નાથજીની ૩૮મી રથયાત્રા નીકળશે, ૨૭ હજાર કિલો શીરો-૪૦૦ મણ કેળાનું વિતરણ

Charotar Sandesh

અમૂલે રોગપ્રતિકારક શક્તિ વધારવા તુલસી અને આદુવાળુ દૂધ લોન્ચ કર્યું…

Charotar Sandesh