Charotar Sandesh
ઈન્ડિયા

આત્મનિર્ભર ભારત માટે પૂર્વોત્તરનો વિકાસ ઘણો જરૂરીઃ મોદી

વડાપ્રધાને મણિપુર વોટર સપ્લાઇટ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો…

કોરોનાની વિરુદ્ધ આપણે તાકાતથી લડતા રહેવાનું છે અને વિજયી થવાનું છે, રોજ ૧ લાખ માતા-બહેનોના માથેથી પાણીની મોટી ચિંતા દૂર કરી રહ્યા છીએ…

ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુર વોટર સપ્લાઈ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. આ પ્રસંગે મોદીએ કહ્યું- કોરોનાની વિરુદ્ધ આપણે તાકાતથી લડતા રહેવાનું છે, વિજયી થવાનું છે. આ ઉપરાંત વિકાસના કામોને પણ સંપૂર્ણ તાકાતથી આગળ વધારવાના છે
કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટ માટે જલ જીવન મિશન અંતર્ગત ફન્ડ આપ્યું છે. આ પ્રોજેક્ટ પર ૩,૦૫૪.૫૮ કરોડ રૂપિયા ખર્ચ થવાનું અનુમાન છે. આ કાર્યક્રમમાં મણિપુરના રાજ્યપાલ નજમા હેપતુલ્લા, મુખ્યમંત્રી એન બિરેન સિંહ, તેમેના કેબિનેટ મંત્રી, સાંસદ અને ધારાસભ્યો સામેલ થાય હતા.
પ્રોજેક્ટની શરૂઆત કરતા મોદીએ તેમના ભાષણમાં કહ્યું કે પૂર્વ અને ઉતર-પૂર્વ ભારત બેવડા પડકારોનો સામનો કરી રહ્યું છે. ભારે વરસાદથી મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. ઘણા લોકોના મૃત્યુ થયા છે. ઘણા લોકોને ઘર છોડવાનો વારો પણ આવ્યો છે. તમામ પરિવારો સાથે મારી સંવેદના જોડાયેલી છે. સમગ્ર દેશ તમારી સાથે ઉભો છે. ભારત સરકાર તમામ રાજ્ય સરકારોની સાથે મળીને જરૂરિયાતો પુરી કરવાની સતત કોશિશ કરી રહી છે.
વડાપ્રધાને કોરોનાનો સામનો કરવા બાબતે રાજય સરકારની પ્રશંસા કરી. તેમણે કહ્યું મણિપુરમાં કોરોનાના સંક્રમણને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકાર રાત-દિવસ મહેનત કરી રહી છે. લોકડાઉનમાં લોકોને પરત લાવવા સહિત રાજ્ય સરકારોએ દરેક જરૂરી પગલાઓ ભર્યા છે. સંકટના આ સમયમાં ગરીબોની આ રીતે મદદ કરવી જોઈએ. આજે ઈમ્ફાલ સહિત મણિપુરના લાખો સાથીઓ માટે ખાસ કરીને બહેનો માટે ખૂબ જ મોટો દિવસ છે. રક્ષાબંધનનો તહેવાર આવનાર છે, તે પહેલા મણિપુરની બહેનો માટે આ ખૂબ જ મોટી ભેટ છે. ૩૦૦૦ કરોડના ખર્ચે પુરો થનારા આ વોટર સપ્લાઈ પ્રોજેક્ટથી અહીંના લોકોની પાણીની સમસ્યા ઓછી થશે.
વડાપ્રધાને કહ્યું ૧૭૦૦થી વધુ ગામો માટેના આ પ્રોજેક્ટમાંથી જે પાણી આવશે તે જીવનધારાનું કામ કરશે. આ પ્રોજેક્ટને આજની જ નહિ પરંતુ અગામી ૨૦-૨૨ વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. તેનાથી લાખો લોકોને પીવાનું શુદ્ધ પાણી મળશે અને હજારો લોકોને રોજગાર પણ મળશે. શુદ્ધ પાણીથી ઈમ્યુનિટીને તાકાત મળે છે. આ પ્રોજેક્ટથી હર ઘર જલ મિશનને પણ પ્રોત્સાહન મળશે. મણિપુરના લોકોને ખાસ કરીને માતા અને બહેનોને ખૂબ જ અભિનંદન આપું છું.

Related posts

ફાંસી નજીક…! નિર્ભયાના દોષિતોને તિહાર જેલ પ્રશાસને પૂછી અંતિમ ઈચ્છા…

Charotar Sandesh

દેશમાં કોરોનાના કેસ ૮૦ લાખને પાર, ૨૪ કલાકમાં ૪૯,૮૮૧ કેસ નોંધાયા…

Charotar Sandesh

મમતા દીદી પોતાના ભત્રીજાને મુખ્યમંત્રી બનાવવા માંગે છે : શાહ

Charotar Sandesh