Charotar Sandesh
મધ્ય ગુજરાત

આરટીઓની ગંભીર બેદરકારીઃ વડોદરામાં બે વાહનોને એક જ નંબર ફાળવાયા…

વડોદરા : વડોદરા પોલીસ દ્વારા બજાવવામાં આવતા ઈ ચલણમાં ગંભીર છબરડો સામે આવ્યો છે. હાલ પાલિકા દ્વારા માસ્ક વગર ફરતા લોકોને પણ ઈ-મેમો ફટકારવામાં આવી રહ્યો છે. આવામાં મેમો મોકલતા એક જ નંબરના બે વાહનો હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે આરટીઓની ગંભીર બેદરકારી પણ સામે આવી છે કે, કેવી રીતે બે વાહનોને એક જ સરખા નંબર આપી શકે છે. એક નંબરની બે ગાડીઓ ફરતી હોવાનો પણ ખુલાસો થયો છે.
વડોદરામાં હાલ માસ્ક વગર ફરતા લોકો દંડ કરવામાં આવી રહ્યો છે. ત્યારે માસ્ક વગરના વાહન ચાલકોને પણ ઈ-મેમો મોકલવામાં આવે છે. આવામાં એક ગંભીર છબરડો સામે આવ્યો કે, પાલિકાએ દર્શનાબેન પટેલ નામની મહિલાને મેમો મોકલ્યો હતો. તેમની એક્ટિવાના નંબર પર માસ્ક માટે મેમો મોકલાયો હતો. આવામાં તેમના પતિ ચિરાગભાઈ ચેક કર્યું હતું, તો એક જ નંબરની બે ગાડી હોવાનું ખૂલ્યું હતું.
વ્હાઇટ કલરની એક્ટિવાનો મેમો બ્લેક કલરની એક્ટિવાને અપાયો હતો. એક્ટિવાના નંબર પર ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારાયો હતો. જોકે બન્ને એક્ટિવના નંબર એક જ નીકળતા વિવાદ થયો. આરટીઓ એપ્રુવ મેમો ૨ – ૨ ગાડીમાં આવતા વિવાદ ઉભો થયો છે. સમગ્ર મામલે વાહન ચાલક પોલીસમાં ફરિયાદ નોંધાવશે.

Related posts

વડોદરા :  ઝૂંપડાઓ તોડ્યા બાદ આવાસો ન બનતા બેઘર થયેલ લોકોનું દબાણ શાખા સાથે ઘર્ષણ…

Charotar Sandesh

દર્ભાવતી મતવિસ્તાર માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી છઠ્ઠી એમ્બ્યુલન્સનું લોકાર્પણ થયું

Charotar Sandesh

ભરૂચમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત, વડોદરામાં પોઝિટિવ કેસ ૧૬૧૦ને પાર…

Charotar Sandesh