Charotar Sandesh
સ્પોર્ટ્સ

ઇજાગ્રસ્ત ખેલાડીઓ માટે આઇપીએલની ટાઇમિંગ જવાબદાર : જસ્ટિન લેંગર

બ્રિસબેન : ભારતનો ઓસ્ટ્રેલીયા પ્રવાસ હવે તેના અંતિમ પડાવમાં છે. પ્રવાસની અંતિમ મેચ હવે બ્રિસબેનમાં રમાનારી છે. જોકે આ દરમ્યાન ભારતીય ખેલાડીઓને ઇજા થવાથી બહાર થવાની યાદી લાંબી થવા લાગી છે. દરમ્યાન ઓસ્ટ્રેલીયાના કોચ જસ્ટીન લેંગરે આ માટે આઇપીએલની અંતિમ સીઝન જવાબદાર હોવાનુ કારણ ગણાવ્યુ છે. લેંગરનુ માનવુ છે કે, આઇપીએલના ટાઇમીંગને લઇને બંને દેશોના આટલા બઘા ખેલાડીઓને ઇજા પહોંચાડવામાં ફાળો છે. જસ્ટીન લેંગરને આમ તો આઇપીએલ ખૂબ પસંદ છે.
કોરોના મહામારીને લઇને આઇપીએલ તેના નિયત સમય કરતા મોડી આયોજીત કરવામાં આવી હતી. આઇપીએલને યુએઇમાં રમાડવામાં આવી હતી, આમ તો સામન્ય રીતે તે ભારતમાં એપ્રિલ-મે માસ દરમ્યાન આયોજીત કરવામાં આવે છે. આઇપીએલ દરમ્યાન અને ત્યાર બાદ થી ભારતના અનેક ખેલાડીઓ ઇજાગ્રસ્ત બન્યા છે. સાથે જ ઓસ્ટ્રેલીયાના પણ કેટલાક ખેલાડીઓ ફીટનેશની પરેશાની ભોગવી રહ્યા છે.
લેંગરે એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતુ કે, આ સિઝનમાં ઇજાની યાદી લાંબી છે. મને લાગે છે કે, આઇપીએલ ૨૦૨૦ નુ ટાઇમીંગ યોગ્ય નહોતુ. ખાસ કરીને આવડી મોટી સીરીઝના પહેલા તો સહેજ પણ નહી. ભારતના મુખ્ય ખેલાડી મહંમદ શામી, કેએલ રાહુલ અને ઉમેશ યાદવ તો ઇજાને લઇને સીરીઝ થી બહાર થયા હતા. હવે તેમાં તાજા નામ રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહ પણ ઉમેરાયા છે. ઓસ્ટ્રેલીયાના ડેવિડ વોર્નર પણ પ્રથમ બે ટેસ્ટ નહોતો રમી શક્યો.

Related posts

ભારતનાં દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં કરાયા દાખલ…

Charotar Sandesh

ઓસ્ટ્રેલિયામાં અમારા ખેલાડીઓના ક્વોરેન્ટાઇનના દિવસોને ઓછા કરવામાં આવે : ગાંગુલી

Charotar Sandesh

આઇપીએલ ૨૦૨૦ : અનિલ કુંબલે કિંગ્સ ઇલેવન પંજાબના કોચ બન્યા…

Charotar Sandesh