Charotar Sandesh
મધ્ય ગુજરાત

ઇસ્કોન સહિતના મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીઃ સેનેટાઇઝ ટનલ મુકાયા…

વડોદરા : કોરોનાની દહેશત અને વરસાદી માહોલ વચ્ચે વડોદરાના ઇસ્કોન મંદિર, વૈષ્ણવ હવેલીઓ, સ્વામીનારાયણ મંદિરો અને શહેરીજનો લોકો દ્વારા પોતાના ઘરમાં જન્માષ્ટમીની ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. રાત્રે ૧૨ વાગ્યાના ટકોરે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને મનાવવા સમગ્ર શહેર કૃષ્ણમય બની ગયું છે.
વડોદરા શહેરના ગોત્રી ખાતે આવેલા ઇસ્કોન મંદિરના મહંત નિત્યાનંદજીએ જણાવ્યું કે, સવારથી જ મંદિરના સેવકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોવિડ-૧૯ના નિયમોના પાલન સાથે મંદિરના પૂજારી, સેવકો તેમજ શ્રદ્ઘાળુઓ દ્વારા ફૂલહાર, તોરણો, લાઇટીંગ, ફૂલોના કટઆઉટ અને પ્રસાદ સહિતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. બહેનો દ્વારા માસ્ક પહેરીને પ્રસાદનું પેકિંગ કરવામાં આવી રહ્યું છે. મંદિરમાં દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓ માટે સેનેટાઇઝ ટનલ પણ બનાવવામાં આવી છે. મંદિરના પ્રવેશ દ્વાર તેમજ મંદિરના ગર્ભગૃહને ફૂલોથી શણગારી દેવામાં આવ્યા છે. કૃષ્ણ ભક્તિના ભજનોથી ગૂંજી રહેલા મંદિરમાં સવારથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવી રહ્યા છે. જે શ્રદ્ધાળુ માસ્ક પહેરીને આવે છે. તેઓને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ માંડવી-ચાંપાનેર રોડ પર આવેલા શ્રી કલ્યાણરાયજી મંદિરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે, પરંતુ, કોવિડ-૧૯ની ગાઇડલાઇન પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. તે સિવાય ભગવાનના પંચામૃત સ્નાન સહિતની પૂજા-અર્ચના કરવામાં આવશે. અને શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.

Related posts

વડોદરા : બિલ અને કલાલી ગામ ખાતે જય રણછોડ ગ્રુપ તેમજ જય ભવાની ગ્રુપ દ્વારા ધાબળા સહિત બાળકોને ચોપડાનું વિતરણ કરાયું…

Charotar Sandesh

જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડમાં એટીએસ ટીમે માસ્ટર માઈન્ડ સહિત ૧૫ની અટકાયત

Charotar Sandesh

લઘુમતી સમાજને મકાનો ફાળવાતા ભાયલી ગામ પાસેની ૧૦૦થી વધુ સોસાયટીના રહીશોએ વિરોધ નોધાવ્યો…

Charotar Sandesh