Charotar Sandesh
સ્પોર્ટ્સ

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતની હાર બાદ કોહલી પર ભડક્યો ગૌતમ ગંભીર…

ન્યુ દિલ્હી : ભારતના પૂર્વ દિગ્ગજ ઓપનર ગૌતમ ગંભીરે ઓસ્ટ્રેલિયામાં મળેલી સતત બીજી હાર બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ટિકા કરી છે. ગંભીરે કોહલીની રણનીતિને ખરાબ કેપ્ટન્સી ગણાવી હતી, જેની હેઠળ બીજી વન ડેમાં પાવર પ્લે દરમિયાન જસપ્રિત બુમરાહને માત્ર બે ઓવર ફેકાવી હતી. ગંભીરે કહ્યુ કે અમે સતત વિકેટ લેવાની વાત કરી રહ્યા છીએ પરંતુ જ્યારે મુખ્ય બોલરને તક જ નહી આપીએ તો વિકેટ કેવી રીતે મળશે.
ગંભીરે વિરાટ કોહલી પર નિશાન સાધતા કહ્યુ, “હું ઇમાનદારીથી કહુ તો કેપ્ટન્સીને નથી સમજી શકતો, અમે આ વિશે સતત વાત કરી રહ્યા છીએ કે વધુમાં વધુ વિકેટ લેવી છે અને અમને આવી (ઓસ્ટ્રેલિયા)ની બેટિંગ લાઇન અપ તોડવી છે પરંતુ તમે મહત્વપૂર્ણ બોલરો પાસે બે ઓવર જ ફેકાવો છો. સામાન્ય રીતે વન ડેમાં ૪-૩-૩ ઓવરનો સ્પોલ હોય છે. ૩ને સારૂ માનવામાં આવે છે અને કોઇ બોલર પાસે વધુમાં વધુ એક સ્પેલમાં ૪ ઓવર ફેકાવવામાં આવે છે.
ગંભીરે કહ્યુ, જો તમે નવા બોલ સાથે બે ઓવર બોલિંગ કરાવી પોતાના મુખ્ય ફાસ્ટ બોલરને રોકો છો તો હું કેપ્ટન્સી વિશે સમજી નથી શકતો. આ ટી-૨૦ ક્રિકેટ નથી. ભારતની હાર થઇ, કારણ કે કેપ્ટન્સી ખરાબ હતી. મહત્વપૂર્ણ છે કે વન ડેમાં ભારતીય બોલર નાના-નાના સ્પેલ કરતા જોવા મળ્યા અને બોલિંગમાં ઝડપી બદલાવ જોવા મળ્યા.

Related posts

હાર્દિક-કૃણાલ પીપીઈ કિટમાં દેખાયા : આઇપીએલ માટે મુંબઇ-સીએસકે યૂએઇ જવા રવાના…

Charotar Sandesh

ન્યૂઝીલેન્ડની ટી૨૦ ટીમની જાહેરાત, વિલિયમ્સન અને ટ્રેન્ટ બોલ્ટનું પુનરાગમન

Charotar Sandesh

મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર…

Charotar Sandesh