Charotar Sandesh
સ્પોર્ટ્સ

ઓસ્ટ્રેલિયા સાથે ડે-નાઈટ ટેસ્ટ પહેલા રોહિત શર્મા એ કહ્યું- પિંક બોલ ટેસ્ટ પડકારજનક રહેશે…

મેલબોર્ન : ભારતીય ટીમના ઓપનર રોહિત શર્માએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પિંક બોલ ટેસ્ટ ભારત માટે પડકારજનક રહેશે. ટીમને વર્ષના અંતે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાનો છે. ૪ મેચની સીરિઝમાં બીજી ટેસ્ટ ડે-નાઈટ રહેશે. સોશિયલ મીડિયા પર વાત કરતા રોહિત શર્માએ કહ્યું કે- તે આઈપીએલ અને ટી-૨૦ વર્લ્ડ કપ બંને રમવા માગે છે. રોહિતની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સે ૪ વખત આઈપીએલ ટાઈટલ પર કબજો કર્યો. ધોની વિશે રોહિતે કહ્યું કે- તેઓ લિજેન્ડ છે.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માર્ક ટેલરે કહ્યું કે, લાળ પરના પ્રતિબંધને લીધે ટેસ્ટનું બેલેન્સ બગડશે. તેના કારણે બેટ્‌સમેનોને ફાયદો થશે. કોવિડ-૧૯ના કારણે આઈસીસીએ બોલ ચમકાવવા માટે લાળના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો. તેમણે કહ્યું કે,‘ટેસ્ટમાં બોલર હાવી રહે છે પરંતુ આ નિર્ણયથી આપણે વધુ રન થતા જોવા શકીશું. આ ટેસ્ટ માટે સારી વાત નથી. ટેસ્ટ ત્યારે જ સારી છે, જ્યારે સ્કોર ૩૦૦ આસપાસ હોય.’ દરેક ઈનિંગ્સમાં ૨ વોર્નિંગ મળ્યા બાદ ટીમ પર ૫ રનની પેનલ્ટી લાગવાનો નિયમ પણ બનાવાયો છે.

Related posts

પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે અશ્વિનને મીમ્સ ટેગ કરતા ખેલાડી ન રોકી શક્યો હસવાનું…

Charotar Sandesh

અમ્પાયરના નિર્ણય પર અસંતોષ વ્યક્ત કરતા જેસન રોયને દંડ ફટકારાયો…

Charotar Sandesh

૫ જાન્યુઆરીથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ…

Charotar Sandesh