મુંબઈ : ઈદ પર રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ’રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ને દર્શકો તથા ક્રિટિક્સે વખોડી નાખી છે. આ ફિલ્મ ભારતમાં ’પે પર વ્યૂ’ મોડલ પર રિલીઝ થઈ હતી. જોકે, આ ફિલ્મને કારણે સલમાનને ઘણો જ ટ્રોલ કરવામાં આવ્યો છે. કમાલ આર ખાન પોતાને ફિલ્મ ક્રિટિક ગણાવે છે. તેણે સો.મીડિયામાં ફિલ્મનો નેટેગિવ રિવ્યૂ આપ્યો હતો. હવે સલમાન ખાનની લીગલ ટીમે કમાલ ખાન વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો છે.
કમાલ ખાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને નોટિસની તસવીર શૅર કરી હતી. તેણે તસવીર સાથે કહ્યું હતું, ’ડિયર સલમાન ખાન આ માનહાનિનો કેસ તમારી હતાશા તથા નિરાશાનો પુરાવો છે. હું મારા ફોલોઅર્સ માટે રિવ્યૂ કરું છું અને મારું કામ કરું છું. તમે સારી ફિલ્મ બનાવવાને બદલે તમે મને તમારી ફિલ્મનો રિવ્યૂ કરતાં અટકાવો છે. હું સત્ય માટે લડતો રહીશ. કેસ કરવા બદલ આભાર.’
અન્ય એક પોસ્ટમાં કમાલ ખાને કહ્યું હતું, ’હું અનેકવાર કહી ચૂક્યો છું કે જો કોઈ પ્રોડ્યૂસર કે એક્ટર તેની ફિલ્મના રિવ્યૂ કરવાની ના પાડશે, તો હું કરીશ નહીં. સલમાન ખાને ’રાધએ’ માટે માનહાનિનો કેસ કર્યો છે. તેનો અર્થ કે તે મારા રિવ્યૂથી આહત થયો છે. આથી હવે હું ક્યારેય તેની ફિલ્મના રિવ્યૂ કરીશ નહીં. મારો છેલ્લો વીડિયો આજે રિલીઝ થઈ રહ્યો છે.’
કમાલ ખાને ’રાધે’ના રિવ્યૂ અંગે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું, ’ફર્સ્ટ હાફ જોયા બાદ કંઈ જ ખબર પડી નહીં. વાર્તા શું છે, કેરેક્ટર શું છે, શું થઈ રહ્યું છે. મારું મગજ પૂરી રીતે ફરી ગયું છે. મને ખ્યાલ નથી આવતો. ગીતો, એક્શન ઠીક છે પણ આ બધું કેમ થયું તેની કંઈ જ ગતાગમ પડી હીં. ઈન્ટરવલ પછી મારાથી થિયેટરની અંદર થઈ શકાતું નથી.’
કમાલ ખાને કહ્યું હતું કે ફિલ્મમાં ઘણાં એક્શન સીન્સ સલમાન ખાનના ડુપ્લીકેટે કર્યા હતા અને બંને વચ્ચેનો તફાવત દેખાઈ આવે છે. જોકે, સેટ પર કોઈ આ મુદ્દે સલમાનને જાણ કરતું નથી, કારણ કે તેમને સલમાનનો ડર લાગે છે. જો તેઓ આવું કહે તો દાદુ તેમને બીજા દિવસથી સેટ પર આવવાની ના પાડી દે છે.