Charotar Sandesh
બોલિવૂડ

કરણ જૌહરની પાર્ટીના વાયરલ વીડિયોની તપાસ કરશે એનસીબી…

દીપિકા પાદુકોણ, કરણ જૌહર, શાહીદ કપૂર જેવા સ્ટાર્સની તપાસ થશે…

મુંબઇ : એનસીબી બોલિવૂડના એક વાયરલ વીડિયોની તપાસ કરવા જઈ રહ્યું છે. શિરોમણી અકાલી દળના ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ એનસીબી ચીફ સાથે મુલાકાત કરી અને એક વર્ષ પહેલા વાયરલ થયેલા વીડિયોની તપાસ કરવાની માગ કરી હતી. મનજિંદર સિંહ સિરસાનો આરોપ છે કે આ લોકોએ પાર્ટીમાં ડ્રગ્સનું સેવન કર્યું હતું.
એક વર્ષ અગાઉ વાયરલ થયેલા આ વીડિયોમાં કરણ જૌહર, વિક્કી કૌશલ, શાહિદ કપૂર, દીપિકા પાદુકોણ, મલાઈકા અરોડા, અર્જુન કપૂર અને વરુણ ધવન સહિતના અન્ય કેટલાક સ્ટાર્સ જોવા મળ્યા છે. તેમના પર આરોપ છે કે આ પાર્ટીમાં તેઓએ ડ્રગ્સનું સેવન કર્યું હતું. જે અંગેની તપાસ હવે એનસીબીના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. અગાઉ પણ તેમણે ટ્‌વીટ કરીને કહ્યું હતું કે ટૂંક જ સમયમાં વીડિયોમાં જોવા મળી રહેલા સ્ટાર્સ એનસીબીની ઓફિસ બહાર જોવા મળશે.
મનજિંદર સિંહ સિરસાએ ટ્‌વીટ કરીને કહ્યું કે, મેં આજે નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના ચીફ રાકેશ અસ્થાના સાથે મુલાકાત કરી. મુંબઈમાં પોતાના ઘરે ડ્રગ્સ પાર્ટીનું આયોજન કરનારા ફિલ્મ નિર્માતા કરણ જૌહર અને અન્ય સ્ટાર્સની વિરુદ્ધ તપાસ કરવા માટે અનમે જરૂરી પગલા લેવા માટેની ફરિયાદ નોંધાવી છે, તે વીડિયોની તપાસ થવી જોઈએ. તેમણે પોતાના ટ્‌વીટમાં ફરિયાદની કોપી પણ શેર કરી છે.

Related posts

સુશાંતના કેસ : મિત્ર સિદ્ધાર્થ અને હાઉસકીપર નીરજના નિવેદનોમાં તફાવત…

Charotar Sandesh

રણબીર-આલિયા ૨૨ જાન્યુઆરીએ પરણી જશે..?!!

Charotar Sandesh

ગાયિકા શ્વેતા પંડિત ઇટાલીમાં ફસાઇ…

Charotar Sandesh