Charotar Sandesh
ઈન્ડિયા

કાશ્મીરમાં આતંકીઓ પર સેનાનો ડબલ એટેક, શ્રીનગર-શોપિયાંમાં ૪ આતંકી ઠાર મરાયા…

શ્રીનગર : દક્ષિણ કાશ્મીરમાં સેનાએ રવિવારે બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ૪ આતંકીઓને ઠાર માર્યા. સૌથી પહેલા સેનાએ શોપિયાં જિલ્લામાં એક આતંકીને મોતને ઘાટ ઉતાર્યો. જે બાદ શ્રીનગરમાં જાદિબલમાં સર્ચ ઓપરેશન દરમિયાન થયેલી અથડામણમાં ત્રણ આતંકીઓને સેનાએ ઠાર માર્યા.
પોલીસ અને સેનાએ વિસ્તારને ઘેરી લીધો છે અને આસપાસથી પસાર થનારા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય આવાસીય ઠેકાણાઓમાં તપાસ કરવામાં આવી રહી છે.
રિપોર્ટ અનુસાર આતંકી કોઈ રહેવાસી મકાનમાં છુપાયેલા હોઈ શકે છે. સૂત્રો અનુસાર બે થી ત્રણ આતંકવાદી એક ઘરમાં છુપાયેલા છે. પોલીસ અને સેનાના નિર્દેશ પર આ વિસ્તારમાં હાલ ઈન્ટરનેટ અને મોબાઈલ સુવિધા બંધ કરી દેવાઈ છે.
ઈન્ટરનેટ નેટવર્ક દ્વારા આતંકવાદી ઑપરેશન દરમિયાન અંદરોઅંદર વાતચીત ચાલુ રાખવામાં સફળ થઈ જાય છે. આ સિવાય આંતકવાદીઓને પોલીસ અને સેનાના મૂવમેન્ટની પણ જાણકારી મળી જાય છે. આ કામમાં સરહદ પાર બેસેલા આતંકના આકાઓ આતંકવાદીઓની મદદ કરે છે.
ઉલ્લેખનીય છે કે સુરક્ષાદળો માટે શોપિયાં અને પંપોર મુઠભેડ મોટી સફળતા છે. છેલ્લા બે અઠવાડિયાની અંદર સુરક્ષાદળોએ લગભગ બે ડઝન આંતકવાદીઓ ઠાર માર્યાં છે. જો સમગ્ર વર્ષની વાત કરીએ તો અત્યાર સુધી ૧૦૦થી વધારે આતંકવાદીઓ ઠાર માર્યાં છે.

Related posts

ગેંગસ્ટર અતીક હત્યાકાંડ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો : યોગી રાજમાં થયેલા ૧૮૩ એન્કાઉંટરની તપાસ કરવાની માગ

Charotar Sandesh

દેશમાં અત્યાર સુધી ૭૯,૬૭,૬૪૭ લોકોને કોરોના રસી આપવામાં આવી…

Charotar Sandesh

૩૭૦ નાબૂદ થયા પહેલા ૮૦% ભંડોળ નેતાઓના ખિસ્સામાં જતું : મોહન ભાગવત

Charotar Sandesh