Charotar Sandesh
સ્પોર્ટ્સ

કે એલ રાહુલની ઓરેન્જ કેપને શિખર ધવને કરી ચેલેન્જ, ૪ મેચમાં ફટકાર્યા ૩૩૩ રન…

દુબઈ : જેમ જેમ ઇન્ડિયન પ્રીમિયર લીગની સીઝન જોર પકડતી જાય છે તેમ તેમ મેચનો રોમાંચ પણ વધી રહ્યો છે. આઈપીએલ પોઇન્ટ્‌સ ટેબલની સ્થિતિ દરેક મેચ સાથે બદલાતી રહે છે. ઓરેન્જ કેપ અને પર્પલ કેપમાં પણ ફેરફારો જોવા મળી રહ્યા છે. કિંગ્સ ઇલેવન પંજાબ કદાચ આ સીઝનની શરૂઆતથી જ પોઇન્ટ ટેબલના તળિયે રહ્યું હશે, પરંતુ તેના બે ખેલાડીઓએ ઓરેન્જ કેપ રેસમાં ટોચનું સ્થાન જારી રાખ્યું છે. પંજાબના કેપ્ટન કેએલ રાહુલ અને ઓપનર મયંક અગ્રવાલ સર્વોચ્ચ સ્કોરિંગ ખેલાડીઓની રેસમાં આગળ છે, પરંતુ દિલ્હી કેપિટલના ઓપનર શિખર ધવને રાહુલને બેક ટપ બેક બે સદી ફટકારી ચેલેન્જ આપી છે.
કેએલ રાહુલે પણ આ સિઝનમાં ૫૦૦ રનનો આંકડો પાર કર્યો હતો. આ સાથે, તે આઈપીએલની સતત ત્રણ સીઝનમાં ૫૦૦નો આંકડો પાર કરનાર એકમાત્ર બેટ્‌સમેન બન્યો. વર્તમાન સીઝનમાં બીજો કોઈ પણ બેટ્‌સમેન ૫૦૦ના આંકડા સુધી પહોંચ્યો નથી. આ સિવાય રાહુલ વિશ્વનો પહેલો બેટ્‌સમેન બની ગયો છે જેણે આઈપીએલની બેક-ટૂ-બેક ત્રણ સીઝનમાં ૫૦૦+ રન બનાવ્યા છે. રાહુલે ૨૦૧૮ માં ૬૫૯, ૨૦૧૯ માં ૫૯૩ રન બનાવ્યા હતા. આ સીઝનમાં તેણે ૧૦ મેચમાં ૬૭.૫૦ ની સરેરાશથી ૫૪૦ રન બનાવ્યા છે. શિખર ધવન ઓરેન્જ કેપ રેસમાં બીજા નંબરે દિલ્હી કેપિટલ્સ માટે સતત બીજી સદી ફટકારી પહોંચી ગયો છે.
ધવને ૧૦ મેચમાં ૬૬.૪૨ ની સરેરાશથી ૪૬૫ રન બનાવ્યા છે. તે જ સમયે, પંજાબના ઓપનર મયંક અગ્રવાલ આ યાદીમાં ત્રીજા નંબરે આવ્યો છે જેણે ૧૦ મેચમાં ૩૯.૮૦ની સરેરાશથી ૩૯૮ રન બનાવ્યા છે. ધવને બેક-ટૂ-બેક સદીથી મયંકને નીચે ધકેલી દીધો છે અને હવે કેએલ રાહુલનો મુકાબલો કરવા તૈયાર છે. આ યાદીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ચેન્નાઈ સુપર કિંગસનો ફાફ ડુપ્લેસી ચોથા નંબર પર છે. તેણે ૧૦ મેચમાં ૪૬.૮૭ ની સરેરાશથી ૩૭૫ રન બનાવ્યા છે. પાંચમાં ક્રમે આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી છે, જેમણે ૯ મેચમાં ૫૭.૮૩ ની સરેરાશથી ૩૪૭ રન બનાવ્યા છે.

Related posts

વિરોધી ટીમના ખેલાડીઓએ મારી આંગળી કાપી નાંખવાની ધમકી આપી હતી : આર.અશ્વિન

Charotar Sandesh

આફ્રીદીએ દ.આફ્રિકાની આકરી ટીકા કરી, ખેલાડીઓને સિરિઝની વચ્ચે આઈપીએલરમવા માટે આપી મંજૂરી…

Charotar Sandesh

ગાંગુલી માટે મને ખૂબ માન છે, જેને ન સમજાય તેની મને કોઈ પરવા નથી : રવિ શાસ્ત્રી

Charotar Sandesh