ચીનની સાથે સરહદ પર તણાવ વચ્ચે રાજનાથસિંહનું મહત્ત્વપૂર્ણ નિવેદન…
પાડોશી દેશોની સાથે સારા સંબંધ બનાવીને ચાલવાની ભારતની સ્પષ્ટ નીતિ રહી છે,પીઓકે ભારતનું અભિન્ન અંગ,તેના પર નિયંત્રણની સંભાવનાને નકારી શકાય નહિ…
ન્યુ દિલ્હી : ચીનની સાથે લદ્દાખ સરહદ પર તણાવની વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ટૂંક સમયમાં જ કેસ ઉકેલાઇ જશે. બંને દેશોની વચ્ચે મિલિટરી અને કૂટનીતિક રીતે વાતચીત ચાલુ છે. એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં રાજનાથ સિંહે કહ્યું કે દેશની પાસે આજે સક્ષમ નેતૃત્વ છે. દેશનું મસ્તક ઝૂકવા દેસે નહીં. દેશના લોકોને પણ તેનો પૂરો વિશ્વાસ છે. તેમણે નેપાળની સાથે પણ લિપુલેખ વિવાદની વાતચીતથી ઉકેલવાની આશા વ્યકત કરી.
રક્ષામંત્રી એ કહ્યું કે હું દેશને આશ્વાસન આપવા માંગું છું કે કોઇપણ સ્થિતિમાં ભારતના સ્વાભિમાન પર ઠેસ પહોંચશે નહીં. તેમણે કહ્યું કે ભારત કોઇને આંખ દેખાડવા માંગતું નથી. બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણ પર ચીનની આપત્તિથી જોડાયેલા પ્રશ્ન પર રાજનાથ સિંહે કહ્યું કે આ આપણો હક છે. તેમણે કહ્યું કે અમે જે કરી રહ્યા છીએ તે આપણી સરહદમાં કરી રહ્યા છીએ. ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવું એ આપણો હક છે.
રાજનાથસિંહે પીઓકેને ભારતનું અભિન્ન અંગ ગણાવતા કહ્યું કે નજીકના ભવિષ્યમાં દેશ તેના પર નિયંત્રની સંભાવનાને નકારી શકશે નહીં. રક્ષામંત્રીએ શનિવારના રોજ એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે કહ્યું છે કે પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળનું કાશ્મીર ભારતનો ભાગ છે.
રાજનાથ સિંહે કહ્યું કે પાડોશી દેશોની સાથે સારા સંબંધ બનાવીને ચાલવાની ભારતની સ્પષ્ટ નીતિ રહી છે. આપણી આ કોશિષ ખૂબ પહેલેથી ચાલતી રહી છે. કયારેક-કયારેક ચીનની સાથે એવી સ્થિતિઓ પેદા થઇ જાય છે. મે મહિનામાં આવી સ્થિતિઓ ઉભી થઇ છે. પરંતુ ઉકેલની કોશિષ ચાલુ છે. ચીનના રાષ્ટ્રપતિની તરફથી પણ સ્પષ્ટપણે કહેવાયું છે કે કૂટનીતિક વાતચીત દ્વારા કેસને ઉકેલવા માંગીએ છીએ.
રાજનાથ સિંહે આગળ કહ્યું કે ભારતની પણ એ કોશિષ છે કે તણાવ કોઇપણ સ્થિતિમાં ના વધે. મિલિટરી લેવલ પર વાતચીત જરૂરી હોય તો મિલિટરી લેવલ પર અને ડિપ્લોમેટિક લેવલ પર જરૂરી હોય તે એ સ્તર પર વાતચીત કરીને ઉકેલવી જોઇએ. મિલિટરી અને ડિપ્લોમેટિક લેવલ પર ચીનની સાથે વાતચીત ચાલી રહી છે.