Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ અમૂલ દ્વારા આણંદ-નડિયાદ સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટ નાખશે…

  • કોરોનાની વિકટ પરિસ્થિતિમાં ઓક્સિજનની અછતને કારણે અમૂલ દ્વારા સાંસદ મિતેષભાઈ પટેલ સાથે બેઠક યોજી આ નિર્ણય લેવાયો…
  • સાંસદ મિતેશભાઈ પટેલ અને ચેરમેનરામસિંહ ભાઈ પરમાર તેમજ સંચાલક મંડળ સાથે એક બેઠકમાં સહમતી થઈ…

આણંદ : કોરોનાની વિકટ પરિસ્થિતિમાં છેલ્લા ઘણા દિવસોથી આણંદ અને ખેડામાં ઓક્સીઝનની થોડી અછત વરતાતી હતી, તેવા સંજોગોમાં અમૂલ દ્રારા આણંદ કિષ્ના હોસ્પીટલ અને નડિયાદ સિવીલ હોસ્પીટલ ખાતે એક-એક ઓક્સિજન પ્લાન્ટ તાત્કાલિક ધોરણે શરૂ કરવાનું નક્કી કરેલ છે.

દેશમાં આવેલ મહાસંકટ સમયે દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગઈ કાલે દેશ ભર ના દૂધ ઉત્પાદક સહકારી સંઘ અને ગ્રામિણ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ઓ ને દેશ માં હાલ કોરોના સંક્રમણ વેળાએ હોસ્પિટલમાં ઓક્સિજન ની પડી રહેલી અછત સામે દૂધ ઉત્પાદક સંઘ આગળ આવે અને લોકો ને મદદ રૂપ થાય તેવી અપીલ અને રાજ્ય સરકાર દ્વારા પણ વ્યક્ત કરાયેલી ભાવના પગલે આજે આણંદ ખાતે અમૂલના સંચાલકો સાથે સાંસદ મિતેષભાઈ પટેલે એક બેઠક યોજી હતી જેમાં આ નિર્ણય લેવવામાં આવેલ છે.

Related posts

આણંદમાં ઉમા ભવન ખાતે ૧૨૫ પ્રાથમિક શિક્ષકોએ રકતદાન કર્યું…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ૬૦ વર્ષથી ઉપરના અને ૪૫ થી ૫૯ વર્ષની વ્યકિતઓને વેકિસનેશનનો પ્રારંભ…

Charotar Sandesh

ઘાયલ પક્ષી દેખાય તો નિઃશુલ્ક એનિમલ હેલ્પલાઇન નંબર ૧૯૬૨ ઉપર સંપર્ક કરવા જાહેર જનતાને અનુરોધ

Charotar Sandesh