Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના રસીનું પ્રથમ તબક્કાનું માનવીય પરીક્ષણ : એક પુરુષને પ્રથમ ડોઝ અપાયો…

ટ્રાયલમાં સામેલ વ્યક્તિમાં કોઈ આડઅસર ન જોવા મળી…

ન્યુ દિલ્હી : દેશમાં જ બનેલી કોવેક્સીન મામલે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. એઇમ્સ ખાતે ચાલી રહેલી કોરોના વેક્સીનની પ્રથમ ટ્રાયલ ખૂબ જ સારું પરિણામ આપી રહી છે.

એઇમ્સમાં પ્રથમ દિવસે એક ૩૦ વર્ષીય યુવકને કોરોના વેક્સીન આપવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યુ છે કે વેક્સીન આપ્યા બાદ વ્યક્તિમાં તેનો કોઈ આડઅસર જોવા નથી મળી. એઇમ્સમાં ચાલી રહેલા ટ્રાયલના મુખ્ય તપાસકર્તા ડૉક્ટર સંજય રાજયના કહેવા પ્રમાણે કોરોના વેક્સીનનું ટ્રાયલ શરૂ થઈ ગયું છે, અમે હવે કોરોના વેક્સીનના ટ્રાયલ માટે લોકોની સંખ્યા વધારીશું.

નોંધનીય છે કે દેશમાં જ બનેલી કોરોનાની રસીના ટ્રાયલ માટે ૧૨ લોકોની પસંદગી કરવામાં આવી છે. આ સ્વયં સેવકોમાંથી શુક્રવારે બે લોકોને ટ્રાયલ માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી એક વ્યક્તિ એઇમ્સ પહોંચી શક્યો ન હતો.

આ જ કારણે શુક્રવારે એક જ વ્યક્તિને રસી આપવામાં આવી હતી. એઇમ્સમાં ટ્રાયલના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર ડૉક્ટર સંજય રાયે જણાવ્યું કે, કોઈ પણ રસીના પરીક્ષણનો પ્રથમ તબક્કો સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ હોય છે.
આ જ કારણે વેક્સીન આપ્યાના પ્રથમ બે કલાક દરમિયાન અમે વ્યક્તિના હાવભાવથી લઈને તેને થતી તમામ તકલીફ પર નજર રાખીએ છીએ. જ્યારે અમે પ્રથમ વ્યક્તિને ડોઝ આપ્યો ત્યારે તેને કોઈ તકલીફ પડી ન હતી. બે કલાક સુધી દેખરેખ રાખ્યા બાદ વ્યક્તિને રજા આપવામાં આવી હતી.

Related posts

ચક્કાજામ બાદ ખેડૂત નેતા ટિકૈતનું મોદી સરકારને અલ્ટિમેટમ…

Charotar Sandesh

વડાપ્રધાન મોદીએ ૨૧૩ કરોડના ખર્ચે બનેલ સાંસદો માટેના નવા ફ્લેટ્‌સનું ઉદ્ધાટન કર્યું…

Charotar Sandesh

દાઉદનુ ઘર નહીં તોડી શકનાર શિવસેનાએ કંગનાનુ ઘર તોડી પાડ્યુ : ફડણવીસ

Charotar Sandesh