Charotar Sandesh
સ્પોર્ટ્સ

કોહલીએ ૪૬૩ દિવસ અને ૩૧ ઇનિંગ્સથી ટેસ્ટમાં સદી ફટકારી નથી…

ચેન્નાઇ : ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં ચેન્નાઈ ખાતે ફર્સ્ટ ઇનિંગ્સમાં ૧૧ રને આઉટ થયો. ઓફ-સ્પિનર ડોમ બેસની બોલિંગમાં શોર્ટ લેગ પર ઓલી પોપે કોહલીનો કેચ કર્યો. પેટરનિટી લિવ પરથી પરત ફર્યા બાદ કોહલીની આ પ્રથમ ઇનિંગ્સ હતી. જોકે, તે છેલ્લા ઘણા સમય પોતાના વિરાટ સ્વરૂપમાં રમી શક્યો નથી. કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં છેલ્લા ૪૬૩ દિવસ અને ૩૧ ઇનિંગ્સથી સેન્ચુરી મારી નથી.
કોહલીએ છેલ્લે ૨ નવેમ્બર ૨૦૧૯ના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ ઈડન ગાર્ડન્સ ખાતે ડે-નાઈટ ટેસ્ટમાં ૧૩૬ રન કર્યા હતા. એ પછી કોહલી વનડેમાં ૧૨, ટેસ્ટમાં ૭ અને ્‌-૨૦માં ૧૨ ઇનિંગ્સ રમ્યો, પરંતુ સદી મારી શક્યો નથી. આખરે આજે જ્યારે ટીમને ઇંગ્લેન્ડના ૫૭૮ રનના જવાબમાં મોટો સ્કોર રજિસ્ટર કરવાની જરૂર હતી, ત્યારે પણ વિરાટ કપ્તાની ઇનિંગ્સ રમવામાં નિષ્ફ્ળ રહ્યો.
કોહલીએ ગયા વર્ષે ૯ વનડેમાં ૪૭.૮૮ની એવરેજથી ૪૩૧ રન કર્યા છે. આ દરમિયાન તેણે ૫ ફિફટી મારી છે અને તેનો હાઈએસ્ટ સ્કોર ૮૯ રહ્યો છે. કોહલીનું પ્રદર્શન આંકડાકીય દ્રષ્ટિએ ખરાબ રહ્યું નથી, પરંતુ તે ટ્રિપલ ડિજિટ સુધી પહોંચી શક્યો નથી.
કોહલીએ ગયા વર્ષે ૩ ટેસ્ટમાં ૧૯.૩૩ની એવરેજથી ૭૪ રન કર્યા. આ દરમિયાન તેનો હાઈએસ્ટ સ્કોર ૭૪ રનનો રહ્યો. આ ટેસ્ટમાં પણ ફ્લોપ થતાં વિરાટ પર હવે મોટો સ્કોર કરવાનું દબાણ વધી રહ્યું છે.

Related posts

આઈપીએલમાં બીજી સેન્ચુરી સાથે બેન સ્ટોક્સ રચ્યો ઈતિહાસ…

Charotar Sandesh

૨૪ માર્ચે આઈપીએલને લઈને મોટો નિર્ણય, વીડિયો કોન્ફરન્સથી થશે મહત્વની બેઠક…

Charotar Sandesh

બુમરાહ ૧૧ ટેસ્ટમાં ૫૦ વિકેટ લેનાર ભારતીય ફાસ્ટ બોલર, વેંકટેશ-શમીનો રેકોર્ડ તોડ્યો…

Charotar Sandesh