રાજકોટ : ગુજરાત ના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કોરોનાને મ્હાત આપી છે. સંપૂર્ણ સ્વસ્થ થતા આજે સ્ટર્લિંગ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. આ તકે બાપુએ કહ્યુ કે ‘સમયસર સારવાર કરાવીએ તો કોરોનાને મ્હાત આપી શકાય છે’
હોસ્પિટલમાંથી રજા મળતા તેમને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અધિકારીઓ સહિત ડોકટરો નો આભાર વ્યક્ત કર્યો . ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ શંકરસિંહ એનસીપીમાં જોડાયા હતા. જોકે તેઓએ એનસીપીને પણ અલવિદા કરી દીધું છે. બાપુએ પોતાનો અલગ મોરચો બનાવ્યો છે.