Charotar Sandesh
ગુજરાત

ગુજરાતના ૧૪ જિલ્લામાં એકપણ કેસ નહિ : રિકવરી રેટ પણ ૯૮.૦૪ ટકાએ પહોંચ્યો…

અમદાવાદ : રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટી રહેલું સરકારનાં આંકડા જોતા જણાય છે, આજે રાજ્યમાં ૧૮૫ કેસ નોંધાયા છે. જ્યારે ૪ દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૧૦૦૩૨ પર પહોચ્યો છે, રાજ્યમાં આજે ૬૫૧ દર્દીઓએ રજા આપવામાં આવી છે. રાજ્યમાં હાલ રિકવરી રેટ ૯૮.૦૪ ટકા છે. રાજ્યમાં હાલ કુલ ૬૧૦૯ કોરોનાના એક્ટિવ કેસ છે. ૧૪૨ લોકો વેન્ટિલેટર પર છે. ૫૯૬૭ દર્દીની હાલત સ્ટેબલ છે. ૮,૦૬,૧૯૩ લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અને કુલ મૃત્યુઆંક ૧૦,૦૩૨ પહોંચ્યો છે.

  • રાજ્યમાં જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ કોર્પોરેશનમાં ૩૮, સુરત કોર્પોરેશનમાં ૨૭, સુરત ૧૩, જૂનાગઢ ૧૧, વડોદરા કોર્પોરેશન ૧૧, વડોદરા ૧૦, દેવભૂમિ દ્વારકા ૮, ગીર સોમનાથ ૮, રાજકોટ કોર્પોરેશન ૮, આણંદ ૫, સાબરકાંઠા ૫, વલસાડ ૫, બનાસકાંઠા ૪, જૂનાગઢ કોર્પોરેશન ૪, ખેડા ૪, કચ્છ ૪, નવસારી ૪, જામનગર કોર્પોરેશન ૩, પોરબંદર ૩, ભરૂચ ૨, રાજકોટ ૨, અમરેલી , ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર, જામનગર, મહીસાગર અને નર્મદામાં ૧-૧ કેસ સાથે કુલ ૧૮૫ કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે કુલ ૪ દર્દીનાં મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૧, જૂનાગઢમાં ૧, દેવભૂમિ દ્વારકા ૧ અને ભાવનગરમાં ૧ મોતનો સમાવેશ થાય છે.

Related posts

Breaking : જૂનાગઢમાં સાસણ જવાનો શામળ્યા પુલ ધરાશાયી, 3 કાર ફસાઈ…

Charotar Sandesh

પાણી ચોરી મામલે પરેશ પટેલે નહેર ખાતા પર પાયમાલ કરી દેવાના આક્ષેપો કર્યા

Charotar Sandesh

પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી નાઇટ કર્ફ્યૂ ચાલુ રહેશે : મુખ્યમંત્રી રૂપાણી

Charotar Sandesh