Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં ફેબ્રુઆરી રહેશે ઠંડોગાર : રેકોર્ડબ્રેક ઠંડી પડવાના એંધાણ…

નલિયામાં તાપમાન ૫ ડિગ્રીએ પહોંચ્યુ…

ગાંધીનગર : ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીમાં ઠંડીનો કહેર વરસવાની શક્યતા છે. આ વખતે માર્ચમાં પણ ઠંડી પડવાના એંધાણ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી ઠંડીમાં વધારો થવાની શક્યાતા છે. નલિયામાં તાપમાનનો પારો ૫ ડિગ્રીએ પહોંચ્યો છે.

ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાતમાં ઠંડીમાં વધારો થયો છે. ઠંડીથી આંશિક રાહત બાદ ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થઇ ગયો છે. ગુજરાતમાં બે દિવસ ઠંડા પવનો ફૂંકાશે. મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડવાની શક્યતા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી ઠંડીમાં વધારો થવાની શક્યાતા છે. તો નલીયા ૫ ડીગ્રી તાપમાન સાથે બન્યુ ઠંડુગાર. જ્યારે રાજકોટમાં ૮ ડીગ્રી અને અમદાવાદ, બનાસકાંઠામાં ૧૧ ડીગ્રી તાપમાન નોંધાયું છે. તો બીજી તરફ અમરેલીમાં ૧૨ ડિગ્રી, સુરત ૧૩ ડિગ્રી અને વડોદરા ૧૫ ડીગ્રી તાપમાન નોંધાયું છે.

Related posts

રાજ્યમાં મિની લોકડાઉનનું અનલોક : રાજ્યના ૩૬ શહેરો પૈકી ૧૮ શહેરોમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવાયો…

Charotar Sandesh

ટ્રમ્પની 3 કલાકની મુલાકાત 100 કરોડમાં પડશે : મોટાભાગનો ખર્ચ ગુજરાત સરકાર ભોગવશે…

Charotar Sandesh

રાજ્યમાં ઠંડીનું જોર વધવાની દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી…

Charotar Sandesh