Charotar Sandesh
ગુજરાત

ગુજરાત આવતા ડોમેસ્ટિક-ઇન્ટરનેશનલ પ્રવાસીઓ માટે કોવિડ-૧૯ની ખાસ ગાઈડલાઈન બહાર પાડી…

ડોમેસ્ટિક મુસાફરોને એ સિમટમ્સ હશે તો પણ ૧૪ દિવસ સુધી સેલ્ફ મોનિટર કરવાનું રહેશે…

અમદાવાદ : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગુજરાત આવતા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પ્રવાસીઓ માટે કોવિડ-૧૯ની ખાસ ગાઈડલાઈન બહાર પાડી છે. જે મુજબ ઇન્ટટનેશનલ પ્રવાસીઓએ ૭ દિવસ સુધી ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટીન અને ૭ દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું પડશે.

વિદેશી પ્રવાસીઓએ ૭ દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું પડશે, આ દરમિયાન સતત હેલ્થ ચેકીંગ પણ કરાવવાનું રહેશે…

આ ઉપરાંત ગુજરાતમાં વિમાનમાર્ગે આવતા તમામ મુસાફરોનું એરપોર્ટ પર થર્મલ ચેકીંગ કરવામાં આવશે. જેમાં ડોમેસ્ટિક પેસેન્જર એસિમ્ટોમૈટિક હશે, તો તેને પણ સળંગ ૧૪ દિવસ સુધી જાતે જ પોતાની હેલ્થની ચકાસણી કરવી પડશે.

આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું પણ એરપોર્ટ પર થર્મલ ચેકીંગ કરવામાં આવશે અને આ પ્રવાસીઓને ૭ દિવસ સુધી ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટીન રહેવું પડશે. તે પછી પણ ૭ દિવસ હોમ ક્વોરન્ટીન રહેવાની ફરજ પાડશે. આ દરમિયાન સતત હેલ્થ ચેકીંગ પણ કરાવવાનું રહેશે. અમદાવાદ સહિત ગુજરાતના એરપોર્ટ પર આવતા તમામ પ્રવાસીઓએ આરોગ્યસેતુ એપ ફરજીયાત ડાઉનલોડ કરવી પડશે.

પેસેન્જરે કયા નિયમોનું પાલન કરવું પડે છે…
– ઘરેલુ મુસાફરી માટે પેસેન્જર્સે ૨ કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવું જરૂરી છે.
– એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રિનિંગ કર્યા બાદ જ પ્રવેશ મળશે
– ૧૪ વર્ષથી વધુ ઉંમરના મુસાફરોના ફોનમાં આરોગ્ય સેતુ એપ ફરજીયાત છે. જો આરોગ્ય સેતુ એપમાં ગ્રીન નહીં દેખાડે તો એન્ટ્રી મળશે નહીં.
– મુસાફરોએ પોતાના પર્સનલ વાહન કે અધિકૃત ટેક્સી સર્વિસનો ઉપયોગ કરવો પડશે.
– મુસાફરોએ ટ્રોલીનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો પડશે
– મુસાફરોને લાઈન વગર બોર્ડિંગ પાસ મળશે.

Related posts

મોંઘવારીની અસરે પતંગ-દોરાના ભાવમાં આ વર્ષે ૨૫ ટકાનો વધારો થયો

Charotar Sandesh

નવા શૈક્ષણિક વર્ષે કોઈ ફી વધારો નહીં, ભરી શકાશે માસિક ફી…

Charotar Sandesh

શ્રાવણ મહિના માટે સોમનાથ મંદિરના દર્શનના સમયમાં કરાયો ફેરફાર…

Charotar Sandesh