Charotar Sandesh
ગુજરાત

જાન્યુઆરીમાં અમદાવાદ આવતા-જતાં ઇન્ટરનેશનલ પેસેન્જરમાં ૮૪ ટકાનો ઘટાડો…

અમદાવાદ : કોરોનાને પગલે ગુજરાતમાં જાન્યુઆરીમાં યોજાતી વાઈબ્રન્ટ સમિટ પણ રદ કરાતા જાન્યુઆરીમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા જતા ઈન્ટરનેશનલ પેસેન્જરોની સંખ્યામાં ગત વર્ષની સરખામણીમાં લગભગ ૮૪ ટકા ઘટાડો નોંધાયો છે. એજરીતે દેશમાં ડોમેસ્ટિક ફ્લાઈટો તબક્કાવાર શરૂ કરી દેવામાં આવી છે તેમ છતાં અમદાવાદ આવતા જતા ડોમેસ્ટિક પેસેન્જરોની સંખ્યામાં પણ ૪૪ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.
અમદાવાદ એરપોર્ટ પરથી જાન્યુઆરી ૨૦૨૧માં ૪૮૮૩૯૯ પેસેન્જરોએ, જ્યારે જાન્યુઆરી ૨૦૨૦માં ૮૭૫૦૫૭ પેસેન્જરોએ મુસાફરી કરી હતી. આમ ડોમેસ્ટિક પેસેન્જરોની સંખ્યામાં ૪૪.૨ ટકા ઘટાડો નોંધાયો છે. એપ્રિલ ૨૦૨૦થી જાન્યુઆરી ૨૦૨૧ સુધી ૨૪૦૪૭૨૫ ડોમેસ્ટિક પેસેેન્જરોએ, જ્યારે એપ્રિલ ૨૦૧૯થી જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં ૭૭૮૫૧૯૪એ મુસાફરી કરી હતી. જે પેસેન્જરોની સંખ્યામાં ૬૯.૧ ટકાનો ઘટાડો દર્શાવે છે.
કોરોના કાળમાં પેસેન્જરોની સંખ્યા ઘટવા સાથે ફ્લાઈટની સંખ્યા પણ ઘટી છે. ગત જાન્યુઆરીમાં ૧૩૩૧ ઇન્ટરનેશનલ એરક્રાફ્ટની સામે આ વર્ષે ફક્ત ૩૭૯ એરક્રાફ્ટની મૂવમેન્ટ થતા ૭૧.૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. ગત એપ્રિલ-જાન્યુઆરીમાં ૧૩૩૨૦ ઇન્ટરનેશનલ એરક્રાફ્ટની સામે આ વર્ષે ફક્ત ૨૨૮૯ની મૂવનેન્ટ થતા ૮૨.૮ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.

Related posts

ગુજરાત યુનિ. દ્વારા યુજી-પીજીમાં ઓનલાઈન-ઓફલાઈન પદ્ધતિથી પરીક્ષા યોજાશે…

Charotar Sandesh

વડોદરામાં કેયુર રોકડિયા અને ભાવનગરમાં કિર્તિબેન બન્યા નવા મેયર…

Charotar Sandesh

ગુજરાત રાજકારણમાં હડકંપ : પ્રશાંત કિશોરની કોંગ્રેસમાં એન્ટ્રી

Charotar Sandesh