Charotar Sandesh
સ્પોર્ટ્સ

ટી-૨૦ વર્લ્ડ કપને લઈને ICC ઓગસ્ટ સુધીમાં નિર્ણય લેશે…

કોરોનાને પગલે વર્લ્ડ કપને એક વર્ષ માટે સ્થગિત કરી દર્શકો વગર ટૂર્નામેન્ટ રમાડી શકાય…

નવી દિલ્હી : કોરોનાવાયરસના કારણે જૂન સુધી તમામ સ્પોટ્‌ર્સ ઇવેન્ટ્‌સ રદ્દ અથવા સ્થગિત કરવામાં આવી છે. આ વર્ષે ઑસ્ટ્રેલિયામાં થનાર ટી-૨૦ વર્લ્ડ કપના સમયસર આયોજન પર પણ જોખમ છે. આ ટૂર્નામેન્ટ ૧૮ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર દરમિયાન થવાની છે. જોકે દુનિયાભરમાં પરિસ્થિતિ જોતા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ટી-૨૦ ઉતાવળમાં આ અંગે નિર્ણય લેવા માંગતુ નથી. જો પરિસ્થિતિ ન સુધરે તો વર્લ્ડ કપને એક વર્ષ માટે સ્થગિત કરવાની અથવા દર્શકો વગર ટૂર્નામેન્ટ રમાડી શકાય છે.

મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, કોરોના સંકટના કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. વર્લ્ડ કપ પહેલા ઑસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ વચ્ચે મહત્ત્વની સીરિઝ રમાવવાની છે. જ્યારે વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસે ૩ ટી-૨૦ પણ રમવા જવાની છે. વર્લ્ડ કપ પછી ભારત યજમાન ઓસ્ટ્રેલિયા સામે ૪ ટેસ્ટ અને ૩ વનડેની સીરિઝ પણ રમવાનું છે.

એક ઇંગ્લિશ ન્યૂઝપેપરે વિશ્વસનીય સૂત્રોના હવાલે લખ્યું કે, “આઈસીસી ઓગસ્ટના અંતમાં વર્લ્ડ કપ અંગે નિર્ણય લેશે. અત્યારે કંઈપણ સ્પષ્ટ નથી. આઈસીસી માટે લોકોનું સ્વાસ્થ્ય વધુ જરૂરી છે. જોકે થોડા સમયમાં વર્તમાન સ્થિતિ સુધરે તો શુ કઈ થશે? શુ એવું બની શકે છે કે આઈસીસી એ પોતે ટી-૨૦ વર્લ્ડ કપને મે સુધી સ્થગિત કરી દીધો હોય? આ બાબતે અત્યારે કઈ કહી શકાય નહિ. આઈસીસી માટે વર્લ્ડ કપ અંગે નિર્ણય કરવો અઘરો છે. જોકે અત્યારે, આઈસીસી ના નિર્ણય પહેલા આપણે કોઈ અનુમાન ન લગાવવું જોઇએ.

Related posts

સેમિફાઇનલ જંગ : ભારત-ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ વચ્ચે ટક્કર…

Charotar Sandesh

ગાંગુલી માટે મને ખૂબ માન છે, જેને ન સમજાય તેની મને કોઈ પરવા નથી : રવિ શાસ્ત્રી

Charotar Sandesh

કોહલી ધોનીના સૌથી વધુ ટેસ્ટ મેચ જીતવાના રેકોર્ડને તોડવાની નજીક…

Charotar Sandesh