Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં કોરોનાના કેસ ૮૧ લાખને પાર, એક્ટિવ કેસની સંખ્યા ૩ ઓગસ્ટ બાદ સૌથી ઓછી…

૨૪ કલાકમાં ૪૮,૨૬૮ નવા કેસ, વધુ ૫૫૧ના મોત…

એક દિવસમાં ૫૯,૪૫૪ દર્દીઓ થયા સ્વસ્થ, દેશમાં રિકવરી રેટ ૯૧.૩૪%…

ન્યુ દિલ્હી : દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિતોનો આંકડો વધીને ૮૧ લાખની પાર પહોંચી ચૂક્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૮,૨૬૮ નવા કેસો સામે આવ્યાં છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૮૧,૩૭,૧૧૯ પર પહોંચી ગઈ છે.
જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૫૯,૪૫૪ દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ ૫૫૧ના મરણ નોંધાયા છે. દેશમાં ૩ ઓગસ્ટ બાદ એક્ટિવ કેસોની સંખ્યા સૌથી ઓછી નોંધાઈ છે. હાલ દેશમાં કુલ ૫,૮૨,૬૪૯ કોરોનાના એક્ટિવ કેસો છે.
દેશમાં હાલના સમયે રિકવરી રેટ ૯૧.૩૪ ટકા નોંધવામાં આવી છે. જ્યારે ડેથરેટ ૧.૪૯ ટકા છે. એક્ટિવ દર્દીઓનો દર ૭.૧૬ ટકા છે. જ્યારે પોઝિટિવિટી રેટ ઘટીને ૪.૫૧ ટકા પર આવી ચૂક્યો છે.
ગત એક દિવસમાં ૫૯,૪૫૪ દર્દીઓ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે સમગ્ર દેશમાં કુલ ૭૪,૩૨,૮૨૯ દર્દીઓ જીવલેણ વાઈરસને હરાવી ચૂક્યાં છે. એટલે કે આટલા દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આ્‌વ્યા છે. આ ઉપરાંત દેશમભરમાં અત્યાર સુધીમાં કુલ ૧૨૧૬૪૧ લોકોના મોત કોરોના કારણે થયા છે.
જો કોરોના ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો, દેશમાં કુલ ૧૦,૮૭,૯૬,૦૬૪ સેમ્પલોની તપાસ કરવામાં આવી છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦,૬૭,૯૭૬ લોકોના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યાં છે.
સમગ્ર દેશમાં ભલે કોરોનાના પોઝિટિવ કેસો ઘટી રહ્યાં હોય, પરંતુ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસો ફરીથી વધી રહ્યાં છે. દિલ્હીમાં સતત ત્રીજા દિવસે ૫૦૦૦થી વધુ નવા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. દીવાળીની આસપાસ કોરોનાના પોઝિટિવ કેસો વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

Related posts

પીએમ મોદીએ પ્લાસ્ટિક ટોય ઉત્પાદનને પ્રોત્સાહન આપવા કર્યો આદેશ…

Charotar Sandesh

વૈજ્ઞાનિકોની સલાહ ન માનનારા ભારત-બ્રાઝિલ સહન કરી રહ્યા છે કોરોનાનો કહેર…

Charotar Sandesh

લોકડાઉન ૫.૦માં છૂટછાટોની થશે વર્ષા : મોલ્સ, રેસ્ટોરન્ટને મળશે મંજુરી…

Charotar Sandesh