Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં કોરોના ટેસ્ટિંગમાં ઝડપ, દૈનિક 10 લાખને પાર : અત્યાર સુધીમાં કુલ 3.4 કરોડ ટેસ્ટ હાથ ધરાયા…

નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસના ટેસ્ટિંગમાં પણ જેટ ગતિએ વધારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોને કોરોનાના ટેસ્ટિંગની સંખ્યા વધારવા કરેલી અપીલને પગલે દેશમાં શિવારે રેકોર્ડ 10 લાખ કોરોના ટેસ્ટ થયા હોવાનું જણાયું હતું. આ સાથે જ અત્યાર સુધીમાં દેશમાં કુલ 3.4 કરોડ કોરોના ટેસ્ટ હાથ ધરાયા હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય જણાવ્યુ હતું.

રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કોરોના ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવ્યો હોવાથી દેશમાં એક દિવસમાં દસ લાખ કોરોના ટેસ્ટનો આંકડો હાંસલ થયો છે. વધુ ટેસ્ટ કરવાથી પોઝિટિવ દરમાં પણ વધારો થાય છે અને સમયસર આઈસોલેશન, અસરકારક ટ્રેકિંગ, સમયસર ક્લિનિકલ સારવાર વગેરે બાબતોને પગલે રિકવરી રેટમાં પણ સુધારો થઈ શકે છે તેમ મંત્રાલયે ઉમેર્યું હતું. શુક્રવારે 10,23,836 ટેસ્ટ થયા હતા જે પૈકી 3.8 લાખ રેપિડ એન્ટિજેન ટેસ્ટ રહ્યા હતા.

Related posts

મુંબઇ જળબંબોળ : રેડ એલર્ટ : બિલ્ડિંગ પડતા ૧૧ના મોત ૭ ગંભીર…

Charotar Sandesh

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧૦૯૨ના મોત : ૬૪,૫૩૧ નવા પોઝિટિવ કેસ…

Charotar Sandesh

કોન્ટ્રાક્ટ પર રાખેલા કર્મચારીઓને કાયમી ગણી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ

Charotar Sandesh