Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં દર્દીઓની સંખ્યા ૯૫ લાખને પાર, ૨૪ કલાકમાં નોંધાયા ૩૫,૫૫૧ કેસ…

કોવિડ સામે લડતાં ૨૪ કલાકમાં ૫૨૬ દર્દીઓએ જીવ ગુમાવ્યો, કુલ મૃત્યુઆંક ૧,૩૮,૬૪૮એ પહોંચ્યો…

ન્યુ દિલ્હી : ભારતમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા ૯૫ લાખના આંકને આંબી ગઈ છે. બીજી તરફ કોવિડ સામેની જંગ હારીને જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા ૧,૩૮,૬૪૮એ પહોંચી ગઈ છે. ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૫,૫૫૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે.
આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૫૨૬ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૯૫,૩૪,૯૬૫ થઈ ગઈ છે. દેશમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૮૯ લાખ ૭૩ હજાર ૩૭૩ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૪૦,૭૨૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૪,૨૨,૯૪૩ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૩૮,૬૪૮ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨ ડિસેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૧૪,૩૫,૫૭,૬૪૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના ૨૪ કલાકમાં ૧૧,૧૧,૬૯૮ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

Related posts

‘કોરોના ભયાવહ’ : સતત બીજા દિવસે ૩૪ હજારથી વધુ પોઝિટિવ કેસો…

Charotar Sandesh

અનંતનાગમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા…

Charotar Sandesh

બજેટના ફાયદા ગણાવવા ભાજપ હવે દેશવ્યાપી અભિયાન ચલાવશે…

Charotar Sandesh