Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં ૧૮ દિવસનું લાગશે લોકડાઉન? પીઆઇબીએ કહ્યું, વાયરલ મેસેજ ફેક છે…

ન્યુ દિલ્હી : કોરોના કહેર વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે દેશમાં લોકડાઉન લગાવી શકાય છે. સોશિયલ મીડિયા પર આ સંબંધમાં પોસ્ટ શેર થઇ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર ૧૮ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લગાવવા જઇ રહી છે. હકીકતમાં તાજેતરમમાં જ કેન્દ્ર સરકારે એક પ્રસ્તાવ તૈયાર કર્યો હતો, જેમાં દેશના ૧૫૦ જિલ્લાઓમાં લોકડાઉનની વાત કરવામાં આવી હતી. તેને આધાર બનાવી લોકડાઉન સંબંધિત પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે.
વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાનું પ્રચંડ સ્વરૂપ નિયંત્રણમાં આવવાના બદલે દરરોજ વધુ વિકરાળ બની રહ્યું છે.તેથી સરકાર કડક પગલા લેવા જઇ રહી છે. તેના હેઠળ ૩જી મેથી ૨૦ મે વચ્ચે દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરી દેવામાં આવશે. આ મેસેજમાં પીએમ મોદીનો ફોટો પણ છે. ફોટો નીચે સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે સરકાર તરફથી લોકડાઉનની માર્ગદર્શિકા જાહેર કરી દેવાઇ છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે તમામ રાજ્યોએ સંપૂર્ણ લોકડાઉનને લઇ સંમતિ વ્યક્ત કરી છે. જોકે પ્રેસ ઇનફોર્મેશન બ્યૂરોએ આ વાયરલ મેસેજની હકીકત સામે રાખી છે. પીઆઇબીએ તેના ફેક્ટ ચેકમાં જણાવ્યું કે વાયરલ મેસેજ સંપૂર્ણ રીતે ફેક છે. સરકારે આવી કોઈ જાહેરાત નથી કરી.
પીઆઇબીએ તેના સત્તાવાર ટિ્‌વટર હેન્ડર પર લખ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે દેશમાં ૩જી મેથી ૨૦ મે સુધી સંપૂર્ણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે આ પ્રકારની કોઈ પણ જાહેરાત નથી કરી. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના કેસો ઓછા થવાના નામ નથી લઇ રહ્યા. શુક્રવારે ચાર લાખથી વધુ નવા કેસો નોંધાયા છે.

Related posts

દેશભરમાં એકતાનો પ્રકાશ પથરાયો : દેશવાસીઓએ ઘર-બાલ્કનીમાં દીવા-ટોર્ચની ફ્લેશથી કર્યો ઝળહળાટ…

Charotar Sandesh

અમિત શાહે ગુજરાતની હોસ્પિટલોમાં ૯ ઓક્સિજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કર્યું…

Charotar Sandesh

દેશ મૂળ સુવિધાઓની પૂર્તિથી સારા જીવનના સપનાને પૂરુ કરવા તરફ વધી રહ્યો : PM મોદી

Charotar Sandesh