Charotar Sandesh
સ્પોર્ટ્સ

ધોનીમાંથી હંમેશા પ્રેરણા મળી છેઃ કે.એલ.રાહુલ

યુએઇ : ભારતીય ટીમના બેટ્‌સમેન લોકેશ રાહુલે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ભરપેટ પ્રશંસા કરી છે અને કહ્યું છે કે મહાન વિકેટકીપર-બેટ્‌સમેન ખેલાડીઓમાંથી શ્રેષ્ઠ બહાર લાવનાર આ દિગ્ગજ ખેલાડીમાંથી હંમેશા પ્રેરણા મળી છે. ધોની ૧૫ ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયો અને આ સાથે તેની ૧૬ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકીર્દિનો અંત આવ્યો.
વીડિયોમાં રાહુલે કહ્યું કે, ‘ધોની સાથે રમવું અને દરરોજ તેની પાસેથી કંઇકને કંઅક શીખવું એ સન્માનની વાત છે. મહેન્દ્ર સિંહ ધોની પાસેથી જે પણ શીખ્યો હું મારા આખા જીવન અને કારકિર્દીમાં તેને યાદ રાખીશ. એવા ઘણા પ્રસંગો બન્યા છે જ્યારે આપણે પિચ પર સારી ભાગીદારી કરી હોય.
રાહુલે કહ્યું, ‘ધોનીની અંદર જે શાંતિ છે અને જે રીતે તે પોતાના ખેલાડીઓમાં શ્રેષ્ઠ લાવવા માટે જાણે છે તેમાંથી તે કંઇક શીખવા માંગે છે.’
રાહુલે કહ્યું કે ટીમના નવા કોચ અનિલ કુંબલેએ તેમનું જીવન ખૂબ જ સરળ બનાવ્યું છે. રાહુલે કહ્યું, ‘અનિલ ભાઈએ મને ખૂબ મદદ કરી કારણ કે તેમની સાથે મેદાનની બહારની મિત્રતા પણ સારી છે, અમે એક જ રાજ્યના છીએ અને તેણે કેપ્ટન તરીકે મારું જીવન ખૂબ જ સરળ બનાવ્યું છે. રાહુલે કહ્યું, ‘હું જાણું છું કે અનિલ કુંબલે વધુ વ્યૂહરચના બનાવશે અને મારે ફક્ત મેદાનમાં ઉતરીને તેનો અમલ કરવાનો રહેશે.’

Related posts

સૌથી ઝડપી ૪,૦૦૦ રન અને ૧૫૦ વિકેટ લેનાર બીજો ખેલાડી બન્યો સ્ટોક્સ

Charotar Sandesh

ક્રિકેટર હાર્દિક-કૃણાલ પંડ્યા ૨૦૦ ઓક્સિજન કન્સન્ટ્રેટર દાન કરશે…

Charotar Sandesh

ટોક્યો ઓલિમ્પિક્સ ૨૦૨૧માં ચોક્કસપણે યોજવાની આયોજકોને ભરોસો…

Charotar Sandesh