નડિયાદ : ખેડા જિલ્લામાં કોરોના દર્દીઓનો આંક સતત વધી રહ્યો છે. જિલ્લામાં કુલ કોરોનાનો આંક ૩૭૪૪ પર પહોંચી ગયો છે. જિલ્લામાં એક્ટિવ દર્દીઓનો આંક ૯૭ છે. ત્યારે નડિયાદમાં ગુરૂવારે ૧૮ કોરોના પોઝિટીવ દર્દીઓ આવ્યા હતા. પરંતુ અત્યારે નડીયાદની એમજીવીસીએલ કચેરીમાં કોરોના સંક્રમણનો બોમ્બ ફુટ્યો હોય તેવું લાગી રહ્યું છે.
નડિયાદ એમજીવીસીએલ કચેરીમાં કોરોના સંક્રમણ બેકાકૂ થયુ હોય તેમ એમજીવીસીએલના ૨૫ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. છેલ્લા છેલ્લા ૫ દિવસમાં ૨૫ કર્મચારીઓ સંક્રમિત થયા છે. નડિયાદ મધ્ય ગુજરાત વીજ કંપનીમાં કોરોનાનું સંક્રમણ વધતા હોટસ્પોટ બની ગયું છે.
એમજીવીસીલના ૨૫ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જેમાથી નડિયાદ વર્તુળ કચેરીમાં ૪ કર્મચારીઓ, નડિઆદ ડિવિઝન ઓફિસમાં ૧ કર્મચારી અને સબ ડિવિઝન ઓફીસમાં ૫ કર્મચારીઓ સહિત ૨૦થી વધુ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે.
હાલમાં જિલ્લામાં કોરોનાના એક્ટિવ દર્દીઓનો આંક ૯૭ પર પહોંચ્યો છે. જેમાં ૬૫ દર્દીઓ હોમઆઇસોલેશનમાં છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૭ દર્દીઓમાંથી ૨ દર્દી બાયપેપ અને ૧ દર્દી ઓક્સિજન સપોર્ટ પર છે. જિલ્લામાં કુલ આંક ૩૭૪૪ પર પહોંચી ગયો છે.