Charotar Sandesh
દક્ષિણ ગુજરાત

નર્મદા ડેમમાં નવા પાણીની આવક, ૨૫૦૦૦ ક્યૂસેક છોડવામાં આવ્યું…

વડોદરા : બુધવારે સરદાર સરોવર ડેમમાંથી ૨૫,૯૮૦ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યા બાદ ઑથોરિટી દ્વારા નર્મદા નદીની આજુબાજુમાં આવેલા તમામ ગામડાને ચેતવણી આપી દીધી છે. અધિકારીઓએ કહ્યું કે જો ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવે તો તેવી સ્થિતિમાં આ ગામડાઓને અલર્ટ પર રાખવામાં આવશે.

સરદાર સરોવર નિગમ લિaમિટેડ ઑથોરિટીએ જણાવ્યા મુજબ ડેમમા ૯૩૫૯૪ જેટલા પાણીની આવક થતાં છેલ્લા ૨૪ કલાકમાં જ પાણીની સપાટી ૩.૫ મીટર ઉપર જતી રહી હતી. અત્યારે સરદાર સરોવર ડેમમમાં પાણીની સપાટી ૧૩૦ મીટર છે. ડેમમાંથી નદી અને મુખ્ય કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના મોટાભાગના જળાશયો ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. આ વખતે ધોધમાર પડેલા વરસાદે ફરી ખેડૂતોની મૂંઝવણ વધારી દીધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદે માઝા મૂકી, જ્યાં છેલ્લા કેટલાય દિવસથી વરસી રહેલો વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો અને હજી પણ આગામી ૩ દિવસ સુધી વરસાદની આગાહી છે.

Related posts

મેઘાની ધબધબાટી : સૌથી વધુ આણંદમાં સાડા 12 અને સુરતના ઉમરપાડામાં 12 ઇંચ ખાબક્યો…

Charotar Sandesh

બીઆરટીએસ બેફામ : યુવકને ટક્કર મારતાં ગંભીર રીતે ઘાયલ…

Charotar Sandesh

સુરતમાં આગની દુર્ઘટનામાં મૃત્તક વિદ્યાર્થીઓના પરિવારને 4 લાખની સહાય અપાશે :મુખ્યમંત્રી વિજયભાઈની જાહેરાત

Charotar Sandesh