Charotar Sandesh
ગુજરાત

નીતિનભાઇ, તમે રસી લીધી એટલે હવે અમે ય રસી લઇ લઇશું : અમિત ચાવડા

ગાંધીનગર : વિધાનસભા સત્રના પાંચમો દિવસ એકદમ નિરસ રહ્યો હતો.પ્રશ્નોતરી કાળમાં ય શાસક પક્ષ અને વિપક્ષ શાંત રહ્યા હતાં. જોકે, પ્રશ્નોતરીકાળ વખતે અધ્યક્ષે એ મુદ્દે બધા ધારાસભ્યોનું ધ્યાન દોર્યું કે, આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાની રસી લીધી છે.તે વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહના ધારાસભ્યોને રસી લેવા અપીલ કરી હતી.આ દરમિયાન,ધારાસભ્ય અમિત ચાવડાએ એવી ટકોર કરીકે, અમે તો તમારી જ રાહ જોતા હતાં. નીતિનભાઇ,તમે રસી લઇ લીધી એટલે હવે અમે ય રસી લઇ લઇશું.
શિક્ષણનો પ્રશ્ન ચર્ચાતાં વિપક્ષે શિક્ષકોની ભરતી મુદ્દે સવાલો ઉઠાવ્યા હતાં. તે વખતે બોલકામંત્રી વિભાવરીબેન દવેની બોલતી બંદ થઇ ગઇ હતી. વિપક્ષી ધારાસભ્યોએ શિક્ષકોની ભરતી મામલે પેટા પ્રશ્નનો મારો ચલાવ્યો હતો ત્યારે પુરતી માહિતીના અભાવે મંત્રી વિભાવરી દવે એ જવાબ આપવાને બદલે ગોળ ગોળ વાત કરી હતી.જેથી કંટાળીને મંત્રી વિભાવરીબેને અધ્યક્ષને કહ્યુંકે, સાહેબ,આ લોકોને તમે માર્ગદર્શન આપોનેપઆમ કહેતાં જ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મંત્રીને ટપાર્યા હતાંકે,તમે જવાબ આપોનેપઆમ છતાંયે તેઓ જવાબ આપી શક્યા ન હતાં.

Related posts

વાયરલ કન્ઝટિવાઈટિસના કેસોમાં વધારો : આંખ આવે, લાલાશ થાય તો આરોગ્ય વિભાગે આપી આ સલાહ

Charotar Sandesh

ગુજરાતનું વુહાન બનવા જઈ રહ્યું છે અમદાવાદ…

Charotar Sandesh

ગુજરાતમાં કોરોનાના કુલ મૃત્યુઆંકના ૫૦ ટકા મોત માત્ર અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં…

Charotar Sandesh