Charotar Sandesh
બોલિવૂડ

નેપોટિઝમને લઈને હવે કંગના રનૌતના નિશાને આવી તાપસી, કહ્યું- શરમ કર

મુંબઈ : સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લેતા બોલિવૂડમાં નેપોટિઝમની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ મામલે સૌ પ્રથમ મૌન તોડનાર કંગના રનૌત છે, કંગના અવાર નવાર પોતાના વિચારો જાહેરમાં રજૂ કરે છે અને કોઈથી ડરતી નથી. તેના આ સ્વભાવથી કંગના વિવાદોમાં રહે છે. સોશિયલ મીડિયા પર કંગનાનો દબદબો છે. કંગના ફરી એકવાર ચર્ચામાં છે આ વખતે કંગનાએ અભિનેત્રી તાપસી પન્નૂને નિશાન બનાવી છે. કંગનાએ એક ટ્‌વીટમાં તાપસી પર મોટો આરોપ લગાવ્યો છે. કંગનાએ એક ટિ્‌વટમાં જણાવ્યું છે કે કેટલાયે એવા ચાપલુસી કરતા લોકો છે જે મારા આ પ્રયાસને નબળો કરવાના પ્રયાસ કરી રહી છે.
આવા લોકોને બસ પોતાનો સ્વાર્થ સાધવાનો અને મૂવી માફિયાઓની પાસે સારૂ રહેવાનો છે. કંગના વિરૂદ્ધ બોલવાની તેમને કિંમત મળે છે. મહિલાઓને હેરાન કરવાનું જેમનુ કામ છે તેવા લોકોની ચાંપલુસી કરતા તને શરમ નથી આવતી, કંગનાની સ્ટ્રગલનો ફાયદો ઉઠાવી તેની સામે પડી છો. હવે તાપસીએ કંગનાના આ ટ્‌વીટને લઈને સીધે સીધુ તો કંઈ ન કહ્યુ પણ પરંતુ તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા નિશ્ચિતરૂપે નિશાન સાધ્યું છે. નામ લીધા વગર તાપસીએ કહ્યુ કે મેં મારા જીવનમાં ઘણી વસ્તુઓ શીખી લીધી છે, હું થોડા મહિનામાં વધુ સમજી ગઇ છું. મારો દ્રષ્ટિકોણ મને પોઝિટીવીટી આપે છે
મને જીવન માટે સંપૂર્ણ બનાવે છે જે લોકોએ નકારાત્મકતા ફેલાવી છે તેઓએ ધ્યાન આપવું જોઈએ કે બીજા પર આંગળી ચીંધીએ ત્યારે કેવુ થાય. ખરાબ લોકો સાથે ખરાબ વર્તન ન કરો, પરંતુ તેમના માટે પ્રાર્થના કરો જેથી તેઓ જીવનમાં થોડા પોઝિટીવ બની શકે. અત્યારે સોશિયલ મીડિયા પર કંગના અને તાપસી વચ્ચેનું આ શાબ્દીક યુદ્ધ ટ્રેન્ડિંગ છે. કંગના અને તાપસી હંમેશા લડતી રહે છે. ઘણા પ્રસંગોએ કંગનાની બહેન રંગોલીએ પણ તાપસી પર નિશાન સાધ્યું હતું. આવી સ્થિતિમાં કંગનાના નેપોટિઝમની ચર્ચાઓ પર તાપસી નિશાન તાકે તો કોઈ નવાઇની વાત નથી.

Related posts

ધંધૂકા હત્યા કેસમાં ન્યાય માટે અભિનેત્રી કંગના રનૌત પણ આવી મેદાને : આપી આ પ્રતિક્રિયા જાણો

Charotar Sandesh

વરુણ ધવન-સારા અલી ખાનની ‘કુલી નંબર ૧’નું બેંગકોકમાં શૂટિંગ શરૂ…

Charotar Sandesh

બોલો… સોનાક્ષી હનુમાનજી કોના માટે સંજીવની લેવા ગયા હતા તેનો જવાબ ન આપી શકી…

Charotar Sandesh