મુંબઈ : મહારાષ્ટ્રની ઉદ્વવ ઠાકરે સરકારની વિરુદ્ધ સતત હુમલો કરી રહેલી કંગના રનૌતને કોર્ટ પાસેથી મોટો ઝટકો લાગ્યો છે. ફ્લેટ્સમાં ગેરકાયદેસર નિર્માણ પાડવાને રોકવા માટે દાખલ કરવામાં આવેલી કંગનાની અરજીને કોર્ટે ખારિજ કરી દીધી છે. કોર્ટે કહ્યુ છે કે, કંગનાએ નિયમોનું ઉલ્લંઘન કરી ત્રણ ફ્લેટ્સની આપસમાં મર્જર કરી લીધુ છે. હવે તેના પર કંગનાનુ નિવેદન સામે આવ્યું છે. કંગનાએ ટ્વીટ કરી કહ્યું છે કે, આ મહાવિનાશકારી સરકાર એક ફેક પ્રોપેગેંડા છે. મેં કોઈપણ ફ્લેટને એકબીજા સાથે જોડ્યા નથી. આખી બિલ્ડિંગ આ પ્રકારની બની ગઈ છે. દરેક ફ્લોર પર એક એપાર્ટમેન્ટ છે.
મેં આવી જ રીતે એક ફ્લેટ ખરીદ્યો હતો. બીએમસી મને આખી બિલ્ડીંગમાં પ્રતાડિત કરી રહી છે. અમે ઉચ્ચ ન્યાયાલયમાં લડશે. કેટલીક મિનિટ પહેલા થયેલ આ ટ્વીટ પર ઘણા રિએક્શન આવી રહ્યા છે અને લોકો તેના પર પોતાનો મત પણ આપી રહ્યા છે. જણાવી દઈએ કે, આ કેસની સુનાવણી કરતા જજ એલ એસ ચ્વહાણે આદેશમાં કહ્યુ કે, કંગના રનૌતે શહેરના ખાર વિસ્તારમાં ૧૬ માળની બિલ્ડિંગનો પાંચમા માળ પર પોતાના ત્રણ ફ્લેટ્સને મિક્સ કરી દીધા હતા. આવુ કરતા જ તેમણે એક એરિયા, ડક્ટ એરિયા અને સામાન્ય રસ્તાને કવર કરી દીધા. આ સ્વીકૃત યોજનાનું ગંભીર ઉલ્લંઘન છે.
જે માટે સક્ષમ પ્રાધિકારની મંજૂરી જરૂરી છે. જણાવી દઈએ કે, બૃહન્મુંબઈ નગર નિગમએ માર્ચ ૨૦૧૮માં અભિનેત્રીને તેમના ખારના ફ્લેટોમાં ગેરકાયદેસર નિર્માણ કાર્ય માટે નોટિસ જાહેર કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદથી મામલો ઠંડો પડેલો હતો. તે સિવાય પણ બીએમસી ની ટીમ ગેરકાયદેસર નિર્માણના આરોપમાં કંગના રનૌતની ઓફિસમાં તોડફોડ કરી ચૂકી છે. તેની વિરુદ્ધ કંગનાએ હાઈકોર્ટે તોડફોડને ખોટી જણાવતા બીએમસીને ફટકાર લગાવી હતી.