Charotar Sandesh
ઈન્ડિયા

બંગાળના લોકોએ ફો્રૂમમતા) અને ભત્રીજાને બાય-બાય કહેવાનું નક્કી કરી લીધું છે : નડ્ડા

ભાજપ અધ્યક્ષ નડ્ડાએ ૩૫ ખેડૂતો સાથે ખીચડી ખાધી…

કોલકાત્તા : દિલ્હીમાં ખેડૂત આંદોલનનો સામનો કરી રહેલુ ભાજપ પશ્ચિમ બંગાળમાં ખેડૂતોને રીઝવવામાં પડ્યુ છે.ગૃહ મંત્રી અમિત શાહ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ આજે પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન ૩૫ ખેડૂતો સાથે ખીચડી ખાધી હતી.
નડ્ડાએ રાજ્યના સીએમ અને ટીએમસીના ચીફ મમતા બેનરજી પર હુમલો કરતા કહ્યુ હતુ કે, બંગાળના લોકોએ ફોઈ અને ભત્રીજાને બાય બાય કહેવાનુ નક્કી કરી લીધુ છે.હવે બંગાળના ખેડૂતો બંગાળમાં કમળ ખીલવશે અને બંગાળનો વિકાસ થશે.
માલદામાં ખેડૂતો સાથે તે્‌મણે ભોજન કર્યુ હતુ અને એ પહેલા એક જનસભામાં કહ્યુ હતુ કે, મમતા બેનરજીની સરકારે ખેડૂતો સાથે બહુ અન્યાય કર્યો છે.પીએમ મોદીએ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં સીધી જમા થતી ૬૦૦૦ની રકમની યોજના શરુ કરી છે પણ મમતા બેનરજીએ જીદ કરીને આ સ્કીમને બંગાળમાં લાગુ થવા દીધી નથી.જેના કારણે બંગાળના ૭૦ લાખ ખેડૂતો આર્થિક મદદથી વંચિત રહી ગયા છે.
તેમણે કહ્યુ હતુ કે, બંગાળમાં જ્યાં પણ જઉં છું ત્યાં જય શ્રી રામનો નારો સાંભળવા મળે છે પણ મમતા બેનરજીને આ સાંભળીને ગુસ્સો કેમ આવે છે તે ખબર પડતી નથી.મમતા બેનરજીની સરકારે જો ખેડૂતોની સેવા કરી હોત તો આજે આ દિવસો જોવા ના પડત.પણ બંગાળની જનતાએ મમતા બેનરજીની સરકારને વિદાય કરવાનુ નક્કી કરી લીધુ છે.

Related posts

પર્રિકર રાફેલ ડીલ સાથે સંમેત નહોતા એટલે જ પદ છોડી ગોવા પરત ફર્યા હતાઃ શરદ પવાર

Charotar Sandesh

જેને મારી સરકાર પાડવી હોય તે પાડે, સ્ટિયરિંગ મારા હાથમાં છે : ઉદ્ધવ ઠાકરે

Charotar Sandesh

ભારતમાં ૨ કંપનીઓએ શરૂ કર્યું રશિયાની સ્પૂતનિક-વી વેક્સીનનું ઉત્પાદન…

Charotar Sandesh