Charotar Sandesh
ગુજરાત

ભાજપમાં માછીમારોને કશું આપવામાં આવતું નથી : રુપાણી સરકારના રાજ્યમંત્રી પરષોત્તમ સોલંકી

રુપાણી સરકારના મંત્રીએ જ સરકારની પોલ ખોલી…

સરકાર પેકેજ જાહેર કરે છે પણ અમલવારી થતી નથી…

ગાંધીનગર : ગુજરાતમાં થોડા સમય પહેલા ત્રાટકેલા તાઉતે વાવાઝોડામાં ભારે નુકશાન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવાઇ નિરીક્ષણ પછી રાજ્યને ૧ હજાર કરોડની સહાય પણ આપી હતી. ત્યારે હવે આ સહાયને લઈને રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકીનું મોટું નિવેદન સામે આવ્યો છે.
તેમણે વાવાઝોડામાં જાફરાબાદ સહિતના વિસ્તારમાં જે નુકશાન થયુ છે તે અંગે નિવેદન આપતાં કહ્યું હતું કે, માછીમારોને ભાજપની સરકાર દ્વારા વધુ કંઇ આપવામાં આવતું નથી. પેકેજ આપ્યું પણ અમલવારી નથી થઈ રહી, બધી વાતો છે ખાલી. ઝવેરભાઈ બિચારા મારી બધી વાત માને છે એ પોતે પણ લાચાર છે. સરકાર કરે એ સાચું. સીએમને રજુઆત કરી છે સરકાર કરે તેં સારું. માછીમારો માટેનું પેકેજ પુરતું નથી સરકાર વધારવું જોઈએ. જવાહર ચાવડા બિચારા મારી બધી વાત માને છે એ પોતે પણ લાચાર છે.
કોળી સંમેલન કરવા મુદ્દે જવાબ આપતાં પરસોત્તમ સોલંકીએ જણાવ્યું હતું કે, જો એમ હું કરવા બેસું ને તો આખા ગુજરાતનો કોળી સમાજ ભેગો કરું અને આ બધાની તાકાત તોડી નાંખું. પણ એવું મારે નથી કરવું. પણ એવું કરવાથી ને આ પટેલ સમાજે કર્યું શું દશા થઈ, લે શું કરી લીધું. સરકારની સામે પડવું ખોટું છે. હું ચાહું તો હું ભી કરી શકું છું. પણ એનાથી કંઈ મતલબ નથી અને સરકારની સામે થાવું ખોટું છે.

Related posts

વડોદરામાં હિટ એન્ડ રન કેસ : ખુલ્લી જીપમાં રોફ જમાવતા નબીરાએ માસૂમ બાળકને કચડી નાંખ્યો…

Charotar Sandesh

પક્ષપલટું ધારાસભ્યો પાસેથી ચૂંટણી ખર્ચ વસૂલવા હાઈકોર્ટમાં પીઆઇએલ…

Charotar Sandesh

ગાંધીનગર મનપા ચુંટણીમાં મતદાનને ધ્યાને લેતાં ભાજપનો ભગવો લહેરાશે

Charotar Sandesh