Charotar Sandesh
વર્લ્ડ

ભારતીયો માટે ચીની સામાન બહિષ્કાર કરવો સંભવ નથી : ચીનની શેખી

બેઇન્જીગ : ભારત અને ચીન વચ્ચે સરહદ પર વધતા તણાવની અસર હવે ચીની માલસામાન પર આવી પડી છે. ભારતમાં ચીની સામાનનો બહિષ્કાર કરવાની વાતને લઇને ચીન ભારત પર લાલઘૂમ થયુ છે. ચીને કહ્યું કે ભારતીયો માટે ચીની સામાન બહિષ્કાર કરવો સંભવ નથી.

ચીનના એક મુખપત્ર ગ્લૉબલ ટાઇમ્સમાં લદ્દાખામાં સમાજસેવી સોનમ વાંગ્યુક પર પણ નિશાન સાધવામાં આવ્યુ છે. અખબારનો દાવો છે કે ભારતીય માટે ચીની સામાનનો બહિષ્કાર કરવો સંભવ નથી. ચીનને દંભને ચકનાચૂર કરતો આ રિપોર્ટ તે જ અખબારે છાપ્યો છે જે દુનિયાભરમાં ચીનનો પ્રોપોગેન્ડા ફેલાવવા માટે બદનામ છે.

આને લઇને ચીની સરકારના મુખપત્ર ગ્લૉબલ ટાઇમ્સમાં લખ્યું છે, ભારતમાં ચીન વિરોધી સૂર ભારતના રાષ્ટ્રવાદીઓને સતત ચીન વિરુદ્ધ નિવેદનબાજીનો છે. જેમાં ચીન બહિષ્કારની વાતો થઇ રહી છે. ચીની સામાનનો વિરોધ કરવા બહુ જ મુશ્કેલ છે, અને એ પણ ત્યારે જ્યારે વ્યાપક પ્રમાણમાં ભારતીયોની જિંદગી સાથે જોડાયેલો છે. આને બદલી નથી શકાતો.

Related posts

પાકિસ્તાનનો ડ્રામા કે ડર ? હાફિઝ સઇદની ધરપકડ : જેલમાં ધકેલાયો

Charotar Sandesh

Kabul : અફઘાનિસ્તાનમાં અફરાતફરી : પ્લેનના પૈડા પર લટકેલા ત્રણ લોકો જમીન પર પટકાયાં

Charotar Sandesh

રસી છતાં ભારતીયોને ૧૦ દિવસ ફરજિયાત ક્વોરન્ટાઈન થવું પડશે

Charotar Sandesh