Charotar Sandesh
ઈન્ડિયા

ભારતી એરટેલે એજીઆર પેટે સરકારને ૮,૦૦૦ કરોડની ચૂકવણી કરી…

અગાઉ પણ એરટેલ ૧૦,૦૦૦ કરોડની ચુકવણી કરી હતી…

ન્યુ દિલ્હી : ભારતી એરટેલે આજે જણાવ્યું હતું કે તેને એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુને લગતી બાકીની રૂપિયા ૮,૦૦૪ કરોડની સરકારને ચુકવણી કરી દીધી છે. આ અગાઉ ૧૭ ફેબ્રુઆરે પણ રૂપિયા ૧૦,૦૦૦ કરોડની ચુકવણી કરી હતી. આ સાથે કંપનીએ કુલ ૧૮,૦૦૪ કરોડની ચુકવણી કરી દીધી છે.
તાજેતરમાં જ રેટિંગ એજન્સી મૂડીઝએ કહ્યું હતું કે ખાનગી ક્ષેત્રની ટેલિકોમ કંપની ભારતી એરટેલ પાસે પાંચ અબજ ડોલરની બાકી નિકળતી રકમ ચુકવવાની આર્થિક ક્ષમતા ધરાવે છે. આ અગાઉ હાઈકોર્ટે આ મહિને ટેલિકોમ કંપનીઓને કહ્યું હતું કે તેઓ ૨૪ ઓક્ટોબર,૨૦૧૯ના ચુકાદાનું પાલન કરે. સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનેશન્સને એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુની ચુકવણી કરવા માટે આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમની પરિભાષાને યોગ્ય ગણાવી હતી.
મૂડીઝને કહ્યું છે કે રૂપિયા ૩૫,૩૦૦ કરોડની રોકડ ચુકવણીથી ભારતી એરટેલની ઋણ સંબંધિત ગુણવત્તા પર કોઈ જ ખાસ અસર થશે નહીં. તેના વર્તમાન રેટિંગમાં તેની સ્થિતિ સંતોષજનક રહેશે. એરટેલે ૧૭મી માર્ચ સુધીમાં બાકી નિકળતી રકમની ચુકવણી કરવાની છે.

Related posts

કર્ણાટક કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી સ્કુલ-કોલેજમાં હિજાબ સાથે નો એન્ટ્રી

Charotar Sandesh

મુંબઈમાં એક જ ટર્મિનલ પરથી ઉપડશે તમામ ફ્લાઈટ્‌સ…

Charotar Sandesh

શિંદે જ મહારાષ્ટ્રના એકનાથ : આજે એકનાથ શિંદે લેશે મુખ્યમંત્રી પદના શપથ

Charotar Sandesh