Charotar Sandesh
ઈન્ડિયા

ભારત અમેરિકા પાસેથી સેના માટે માનવરહિત હવાઇ વાહન રેવન ખરીદશે…

’રેવન’ હથિયારને હાથ વડે લોન્ચ કરી શકાશે અને તેને દૂરથી જ નિયંત્રિત કરી શકાશે…

ન્યુ દિલ્હી : કોઈ પણ વિકટ સંજોગોમાં હુમલા માટે સંપૂર્ણપણે સજ્જ રહી શકાય તે માટે ભારતીય સેના પોતાની સૈન્ય ક્ષમતા વધારવા પ્રયત્ન કરી રહી છે. તાજેતરનો ચીન સાથેનો સરહદ વિવાદ હોય કે પછી પાકિસ્તાન સાથેનો તણાવ, આ બધાના કારણે સેના પોતાને સુદૃઢ બનાવવાના કામે લાગેલી છે. સેના અમેરિકા પાસેથી હાથ વડે લોન્ચ કરી શકાય અને દૂરથી જ નિયંત્રિત કરી શકાય તેવા માનવરહિત હવાઈ વાહન ’રેવન’ ખરીદશે.
તે સિવાય અત્યાધુનિક ઈઝરાયલી સ્પાઈક ફાયરફ્લાઈ ’લોયટરિંગ’ અને ૪૦ કિમીથી વધારે સીમા સાથે લાંબી દૂરીની ચોક્કસ હુમલો કરી શકે તેવી મિસાઈલ પણ સેનામાં સામેલ કરવામાં આવશે. એક તરફ સેના ભૂમિદળને મજબૂત કરવામાં લાગી છે તો વાયુસેના પણ આ મહીને પેરિસથી આવનારા પાંચ રાફેલ મલ્ટી-રોલ ફાઈટર જેટ મેળવશે. તે પૈકીના ચારનો ઉપયોગ ફ્રાંસમાં પ્રશિક્ષણ દરમિયાન કરવામાં આવશે. બીજી બાજુ ભારતીય નૌસેના આ વર્ષના અંત સુધીમાં પોતાની બીજી બેલાસ્ટિક મિસાઈલ-ફાયરિંગ પરમાણુ સબમરીન, આઈએનએસ અરિઘાટને કમિશન કરવા તૈયાર છે.
સાઉથ બ્લોકમાં આ ઘટના સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું કે, સેના ૨૦૦ આરક્યુ-૧૧ યુએવી હાંસલ કરવા માટે તૈયાર છે જે ૫૦૦ ફૂટની ઉંચાઈએ ૧૦ કિમી સુધી ઉડી શકે છે અને ૯૫ કિમી પ્રતિ કલાકની ગતિ પકડી શકે છે. ચીન સાથેના સરહદ વિવાદને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાએ ઈઝરાયલ પાસેથી સ્પાઈક માર્ક ૩ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ ખરીદી છે અને હવે સ્પાઈક ફાયરફ્લાઈ ’લોયટરિંગ’ ખરીદવાની તૈયારી ચાલે છે. આ હથિયાર એક કિમીની સરહદમાં સંતાયેલા દુશ્મન સૈનિકો પર હુમલો કરી શકે છે.
આધુનિક ફાયરફ્લાઈ હથિયારોમાં લક્ષ્ય ઓળખવાની જ નહીં, લક્ષ્ય સીમાથી આગળ વધી ગયું હોય તો તેને પાછું બોલાવવાની ક્ષમતા પણ છે. ભારતીય વાયુ સેના અને ભારતીય સેના લદ્દાખમાં ભારતીય પોશ્ચરમાં સૌથી આગળ ઉભી છે. આ તરફ ભારતીય નૌસેના ચીની યુદ્ધ જહાજો વિરૂદ્ધ હિંદ મહાસાગરમાં ટક્કર આપી રહી છે.

Related posts

AGR સંલગ્ન બાકી રકમ મુદ્દે ટેલિકોમ કંપનીઓને સુપ્રિમ કોર્ટની રાહત…

Charotar Sandesh

પીએમ રાતે સેન્ટ્રલ વિસ્ટા સાઈડ પર પહોંચતા ઘણા લોકોએ તેમની પ્રશંસા કરી તો ઘણાએ વખોડ્યા

Charotar Sandesh

ઉત્તર પ્રદેશના મઉમાં સિલિન્ડર બ્લાસ્ટથી મકાન પડતાં ૧૨નાં મોત…

Charotar Sandesh