Charotar Sandesh
ગુજરાત

મચ્છુ ડેમ ૨ ઓવરફ્લો થતા મોરબીની આસપાસનાં ૨૨ ગામ એલર્ટ કરાયા…

મોરબીમાં વોકળામાં પિતા-પુત્ર તણાયા…

મોરબી : સૌરાષ્ટ્રમાં મેઘરાજા અનરાધાર બેટિંગ કરી રહ્યાં છે. ત્યારે આજે સવારે મોરબીનાં ટંકારામાં માત્ર બે જ કલાકમા ૩ ઇંચ વરસાદ ખાબક્યો હતો. મોરબીનો મચ્છુ-૨ ડેમ ઓવરફલો થયો છે. મચ્છ-૨ ડેમના ૧૪ દરવાજા ૮ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાં ૬૯ હજાર ૫૫૨ ક્યુસેક પાણીની આવક થઇ છે. ત્યારે ડેમમાં ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો છે. તંત્ર દ્વારા લાઉડ સ્પીકર પર નદીના પટમાં અવરજવર ન કરવા સુચના આપવામાં આવી છે. આ સાથે ટંકારાનાં અમરાપુરનાં બે તળાવ તૂટતા ખેતરોમાં પાણી ભરાયુ છે.
મોરબીમાં વોકળામાં પિતા-પુત્ર તણાયા છે. રાયસંગપુર-હળવદ વચ્ચે આવેલા વોકળામાં પિતા-પુત્ર તણાયા છે. શ્રીપાલભાઇ નારાયણભાઇ (ઉ ૧૮) અને નારાયણભાઇ બેચરભાઇ દલવાડી (ઉ.૪૫) પાણીમાં તણાયા છે. પહેલા પુત્ર પાણીમા તણાયા બાદ પીતા બહાર કાઢવા જતા પીતા પણ પાણીમા તણાય છે. ત્યારે હાલ બંનેનું રેસ્ક્યુ કરવા તંત્રને જાણ કરવામાં આવી છે. સ્થાનિકોઓ પણ પિતા-પુત્રની શોધખોળ શરૂ કરી છે.
મોરબીમાં વરસાદ થવાના કારણે રહેણાંક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં પાલિકા દ્વારા પાણીના નિકાલ માટે જીસીબી દ્વારા મોડી રાત્રીના કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોરબીના લખધીરનગર, મકનસર, અદેપર અને લીલાપર તેમજ વાંકાનેર તાલુકાના ઢુવા, પંચાસીયા, લુણસરિયા, રાતીદેવડી, મહિકા, ગારીયા, વાંકિયા, રસિકગઢ, વધાસીયા, હોલમઢ, જાલસીક્કા, ધમાલપર, પાંઝ, પંચાસર, રાણકપુર, વાંકાનેર અને સોભલા એમ કુલ ૨૨ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હળવદના સુરવદર અને દેવળીયા વચ્ચે બાઈક સવાર પાણીમાં તણાયો હતો. જેને મહા મુસીબતે બચાવાયો છે. સુરવદરથી હળવદનો સંપર્ક કપાયો છે. પાણીના પ્રવાહ વધતા મુશ્કેલીઓ વધી ગઇ છે.

Related posts

ભૂમાફિયાઓ સાવધાન : ગેરકાયદે જમીન પચાવી પાડનાર હવે નહિ બચે…

Charotar Sandesh

ભગવાન જગન્નાથની નગરચર્યા પહેલા મંગળા આરતી માટે અમિત શાહ પહોંચ્યા

Charotar Sandesh

દાહોદ વિસ્તારમાં માવઠાથી ખેડૂતોમાં ચિંતા : કરા પડતા આશ્ચર્ય…

Charotar Sandesh