Charotar Sandesh
બોલિવૂડ

‘મણિકર્ણિકા’ બાદ હવે કંગના રનૌત ‘અપરાજિત અયોધ્યા’નું ડિરેક્શન કરશે…

મુંબઈ : ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પર બનેલી ફિલ્મ ‘મણિકર્ણિકા’ બાદ હવે કંગના રનૌત ‘અપરાજિત અયોધ્યા’નું ડિરેક્શન કરશે. આ સાથે જ તે આ ફિલ્મને પ્રોડ્‌યૂસ કરવાની છે. આ ફિલ્મન વાર્તા રામમંદિર તથા બાબરી કેસ પર આધારિત છે. ફિલ્મની સ્ક્રિપ્ટ ‘બાહુબલી’ની સ્ક્રિપ્ટ લખનારા કે વી વિજયેન્દ્રે જ લખી છે. એક ઈન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું હતું કે પહેલાં તે આ ફિલ્મને ડિરેક્ટ કરવાની નહોતી. તેણે આ ફિલ્મના કોન્સેપ્ટ લેવલથી કામની શરૂઆત કરી હતી. તે ઈચ્છતી હતી કે તે આ ફિલ્મને પ્રોડ્‌યૂસ કરે પરંતુ ડિરેક્ટ અન્ય કોઈ કરે.
વધુમાં કંગનાએ કહ્યું હતું કે તે વ્યસ્ત હતી અને તેથી જ તે ડિરેક્શન અંગે વિચારી પણ શકે તેમ નહોતી. જોકે, જ્યારે તેણે ફિલ્મની સ્ક્રિપ્ટ જોઈ તો ઐતિહાસિક પ્લોટ પર આધારિત હતી. તેણે પહેલાં પણ આવો પ્રોજેક્ટ કર્યો હતો. તેના પાર્ટનર્સ પણ ઈચ્છતા હતા કે તે આ ફિલ્મને ડિરેક્ટ કરે. અંતે, તેણે વિચાર્યું કે જો તે ડિરેક્ટર બનશે તો આ ફિલ્મ માટે પણ સારું રહેશે. ડિરેક્શન પર કંગનાએ કહ્યું હતું કે તેને ડિરેક્શન નર્વસ કરતું નથી.
મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે તમે અન્ય કોઈના દૃષ્ટિકોણ પ્રમાણે ચાલો અને તેમાં તમે તમારો દૃષ્ટિકોણ શોધો. તેણે શરૂઆતથી જ આ ફિલ્મ પર કામ કર્યું છે. જ્યારે તમે તમારા વિચારોમાં સ્પષ્ટ હોવ તો તમારા માટે બધું જ સરળ બની જાય છે. આ ફિલ્મમાં તેનું પૂરું ફોક્સ ફિલ્મ મેકર તરીકે જ છે. તેના માટે આ કોઈ વિવાદાસ્પદ પ્રોજેક્ટ નથી. તે બસ પ્રેમ, વિશ્વાસ તથા એકતા તરીકે આ ફિલ્મની વાર્તા જુએ છે અને સૌથી ઉપર આ દેવત્વની વાર્તા છે.

Related posts

અક્ષય કુમારે શરૂ કરી ફિલ્મ‘પૃથ્વીરાજ’ની શૂટિંગ, ફિલ્મ ડિરેક્ટરે આપી માહિતી

Charotar Sandesh

ડ્રગ્સ મામલે રિપોર્ટિંગ કરનારા મીડિયાને રોકવા માટે હાઇકોર્ટ પહોંચી રકુલ પ્રીત…

Charotar Sandesh

સુશાંત સિંહના ડોક્ટરને આત્મહત્યા પર આશંકા, કહ્યું લાગતું નથી અભિનેતા હિમ્મત હારી જાય…

Charotar Sandesh