મુંબઈ : ૨૪ ફેબ્રુઆરીએ ભારત આવનાર ટ્રમ્પની ચોમેર ચર્ચા થઈ રહી છે. ગુજરાત અને ખાસ કરીને અમદાવાદની જનતામાં એક અલગ જ માહોલ છે. રસ્તા અને ઈમારોતોને શણગાર આપવામાં આવી રહ્યો છે. સરકાર પણ તેની તૈયારીમાં કોઈ કસર છોડવા નથી માંગતી. ટ્રમ્પ અમદાવાદમાં જ સીધું લેન્ડિંગ કરશે. એમના સ્વાગત માટે સિંગર કૈલાશ ખેર પણ પરફોર્મ કરવાનો છે.
એવામાં કૈલાશ ખેરે તેમના સ્વાગત માટે એક સ્પેશિયલ પરફોર્મન્સ તૈયાર કર્યું છે. ટ્રમ્પના સ્વાગત માટે કૈલાશ ખેર નમસ્તે નામનું ગીત પણ ગાવાનો છે. પોતાના પરફોર્મન્સ વિશે વાત કરતા સિંગરે કહ્યું હતું કે, જય જયકારા સ્વામી દેના સાથ હમારાથી ગીતોનું પરફોર્મન્સ શરૂ થશે. અને અગડ બમ બમ લહેરીથી એનું સમાપન થશે. આગળ કૈલાશે ટ્રમ્પને નચાવવાની વાત પણ કરી. તેણે કહ્યું કે, મારૂ ચાલે તો હું એ જ ગીત (અગડ બમ બમ લહેરી) પર એમને (ડોનાલ્ડ ટ્રમ્પને) નચાવું.
ઉલ્લેખનીય છે કે, કૈલાશ ખેર અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમમાં પોતાનું પરફોર્મન્સ આપશે. આ ભારતનું સૌથી મોટું સ્ટેડિયમ છે અને આ કાર્યક્રમમાં ૧.૨૫ લાખ લોકો સામેલ થવાના છે. તેમજ ૨૨ કિલોમીટર લાંબો રોડ શો પણ થશે. ૨ દિવસ માટે ટ્રમ્પ ભારત આવશે. અમદાવાદ જઈને તે આગ્રાના તાજ મહેલમાં જશે.