Charotar Sandesh
ઈન્ડિયા

મોંઘવારી અનલોક… સતત બીજા દિવસે પેટ્રોલ-ડિઝલ ભાવવધારો…

ન્યુ દિલ્હી : દેશમાં ૧લી જૂનથી લૉકડાઉન હેઠળના પ્રતિબંધોમાં વ્યાપક છૂટથી ઈંધણની માગ વધતા અને ક્રૂડના ભાવમાં સાધારણ વધારાના કારણે રવિવારે સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ૬૦ પૈસા સુધીનો વધારો કરાયો હતો. અંદાજે ૮૩ દિવસમાં પહેલી વખત પેટ્રોલ-ડીઝલની બેઝ પ્રાઈસમાં વધારો થયો હતો.

જેમાં આજે સતત બીજા દિવસે પણ ૬૦ પૈસાનો વધારો થયો છે. દરમિયાન ઓપેક અને સંલગ્ન રાષ્ટ્રો પણ જુલાઈના અંત સુધી ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં વધુ કાપ મુકવા સંમત થયા છે. આથી, નજીકના સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ વધારો થવાની સંભાવના છે. દેશમાં ૧લી જૂનથી લૉકડાઉનમાં છૂટછાટો મળતાં રસ્તા પર ટ્રાફિકની અવર-જવર શરૂ થઈ ગઈ છે. પરિણામે પેટ્રોલ અને ડીઝલની માગ પણ વધવાનું શરૂ થયું છે. દેશમાં છેલ્લે પેટ્રોલ અને ડીઝલમાં ૧૬મી માર્ચે ફેરફાર જોવા મળ્યો હતો. ત્યારથી લઈને રવિવાર સુધી વિવિધ રાજ્ય સરકારો દ્વારા વેટ અથવા સેસ વધારવામાં આવતા પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા હતા. ઓઈલ કંપનીઓ દ્વારા લૉકડાઉનના કારણે પેટ્રોલ-ડીઝલની માગ ન હોવાથી ભાવમાં દૈનિક સમિક્ષા બંધ કરી દેવાઈ હતી. ઓઈલ કંપનીઓ દ્વારા બેઝ પ્રાઈસમાં બાવન પૈસાથી ૬૦ પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો.

Related posts

કેરળમાં કોરોના બાદ નિપાહ વાયરસના કારણે હડકંપ મચ્યો

Charotar Sandesh

દુનિયામાં જાપાનનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી : ભારત ૮૫મા ક્રમે…

Charotar Sandesh

આઝાદી બાદ પ્રથમ વખત મહિલાને ફાંસી આપવામાં આવશે…

Charotar Sandesh