નાટો સંકટ અને પડકારોનો જવાબ આપશે અમેરિકા…
લંડન : રશિયાના સુખોઈ-૨૭ ફાઈટર પ્લેનોએ શુક્રવારે પૂર્વ યુરોપની પાસે બ્લેક સીની ઉપર અમેરિકાના ન્યુક્લિયર બોમ્બર પ્લેન B-52ને ખતરનાક રીતે ઘેરી લીધું. તેનાથી નાટો દેશોમાં ખળભળાટ મચી ગયો. અમેરિકાના આ ન્યુક્લિયર બોમ્બર પ્લેન બ્રિટનથી ટેકઓફ થયા હતા. આ પહેલા નાટોના સભ્ય અમેરિકાએ રશિયા સાથે વધતા તણાવને જોતા બ્રિટનમાં પોતાના 6B-52 પરમાણુ બોમ્બરને તૈનાત કર્યા હતા.
તેમાંથી જ એક પરમાણુ બોમ્બર પૂર્વ યુરોપ અને બ્લેક સી પરથી પસાર થયું હતું. આ દરમિયાન રશિયાના સુખોઈ-૨૭ પ્લેનોએ અમેરિકાના વિમાનોને ખતરનાક રીતે ઘેરી લીધા. વિડીયોમાં જોા મળી રહ્યું છે કે, રશિયાના વિમાન અમેરિકાના વિમાની ઘણી નજીક આવી ગયા હતા. તે પછી અમેરિકાના વિમાન બરાબર સામેથી નીકળી ગયા. અન્ય એક વિડીયો ક્લિપમાં જોવા મળી રહ્યું છે કે, રશિયાના વિમાન અમેરિકાના બોમ્બરની નોઝ સુધી આવી ગયા હતા.
જણાવાઈ રહ્યું છે કે, રશિયાના વિમાન ક્રીમિયાથી ટેકઓફ થયા હતા. રશિયાએ નાટોના કોઈપણ હુમલાનો જવાબ આપવા માટે ક્રીમિયામાં મોટા પ્રમાણમાં ફાઈટર પ્લેનો તૈનાત કરી રાખ્યા છે. અહીં પર તૈનાત રશિયાના વિમાનોને બ્લેક સી ઉપર નજર રાખવાની જવાબદારી પણ સોંપાઈ છે. ઉલ્લેખનીય છે કે, બેલારુસમાં જનતાના વિદ્રોહ વચ્ચે નાટો અને રશિયાની વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. રશિયાએ બેલારુસના પ્રેસિડન્ટ એલેક્ઝાન્ડર લુકાશેન્કોનું સમર્થન કર્યું છે, તો નાટો દેશ તેમનો વિરોધ કરી રહ્યા છે.
અમેરિકાએ કહ્યું કે, આ બોમ્બર વિમાનો યુરોપ અને આફ્રીકામાં ફ્લાઈટ ટ્રેનિંગ અભિયાનમાં ભાગ લેશે. અમેરિકાએ કહ્યું કે, વર્ષ ૨૦૧૮થી જ આ બોમ્બર ત્યાં આવતા રહ્યા છે અને તેનો હેતુ નાટો સહયોગીઓ અને અન્ય ક્ષેત્રીય ભાગીદારીઓની સાથે પોતાનો પરિચર કરાવવાનો છે. યુએસ એરફોર્સે કહ્યું કે, આ બોમ્બર મિશનની તૈયારીને વધારશે અને જરૂરી ટ્રેનિંગ પૂરી આપડશે. સાથે જ સમગ્ર વિશ્વમાં કોઈપણ આવનારા સંકટ અને પડકારોનો જવાબ આપશે.