Charotar Sandesh
ગુજરાત

રાજ્યની અનેક કોલેજોએ પોતાના કોર્સ અને કોલેજ બંધ કરવા માટે જીટીયુમાં કરી અરજી

અમદાવાદ : રાજ્યની અનેક કોલેજોએ પોતાના કોર્સ અને કોલેજ બંધ કરવા માટે જીટીયુમાં અરજી કરી છે. કોર્ષ ઘટાડા અને કોલેજ બંધ કરવાની અરજીને પગલે ડિપ્લોમા અને ડિગ્રી એન્જીનિયરિંગમાં ૩ હજાર જેટલી બેઠકો ઘટશે. સરકારે ખાનગી કોલેજોને પ્રોત્સાહન આપવા માટે એક સમયે આડેઘડ કોલેજોને મંજુરી તો આપી પરંતુ હવે પરિસ્થિતિઓ બદલાઈ રહી છે. જીટીયુ સંલગ્ન ૨૨ એન્જીનિયરિંગ કોલેજો અને ૧૩ ડિપ્લોમા કોલેજોએ કોર્સ ઘટાડાની મંજુરી માંગી છે.
કોર્સ ઘટાડતા ડિગ્રી એન્જીનિયરિંગમાં ૧૮૩૦ જ્યારે ડિપ્લોમા કોલેજોમાં ૧૧૧૦ સીટો ઘટશે. કોલેજ ક્લોઝરની વાત કરીએ તો કુલ ૩ જેમાં ગાંધીનગરની બે કોલેજો અને વલસાડની એક કોલેજે બંધ કરવા માટે અરજી કરી છે. ગાંધીનગરની એમબીએ કોલેજ ઓફ બુક બિઝનેસ સ્કુલ, એમસીએની શ્રી જયરામભાઇ ઇન્સ્ટીટ્યુટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ અને વલસાડની આર્કીટેકચર કોલેજ લક્ષ્મી ઇન્સ્ટીટ્યુટ ઓફ આર્કીટેકચરે અરજી કરી છે.
કોર્સ ક્લોઝર જોતા કહી શકાય કે અમદાવાદ સહીત રાજ્યની કોલેજોમાં ઇસી, ઇલેકટ્રીકલ અને સીવીલ એન્જીનયિરંગ અને પાવર ઇલેક્ટ્રીક્સ, ફેબ્રીકેશન ટેકનોલોજીમાં વિદ્યાર્થીઓનો રસ ઘટ્યો છે. જીટીયુ સંલગ્ન કોલેજોમાં આ વર્ષે ૫૦ ટકાથી પણ વધુ સીટો ખાલી રહેવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ ન મળતા કોલેજ સંચાલકોને કોલેજ અને કોર્સ બંધ કરવાની ફરજ પડી રહી છે.

Related posts

વડોદરામાં રૂ. ૮૮.૮૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલ પ્રધાનમંત્રી આવાસોનું લોકાર્પણ કરાયું

Charotar Sandesh

સુરતમાં વકીલ મેહુલ બોઘરાને માર મારનાર TRB હેડને કોર્ટમાં રજુ કરાતા વકીલોનો હોબાળો, જુઓ વિગત

Charotar Sandesh

ભાજપમાં દિવાળી, કોંગ્રેસમાં સન્નાટો : આઠ બેઠક પર કમળ ખીલ્યું…

Charotar Sandesh