Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં કમોસમી વરસાદથી કપાસ-મકાઈ-મગફળીને ભારે નુકસાન…

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગઈકાલે ગુજરાતના મોટા ભાગનાં શહેરોમાં મેઘ મહેર જોવા મળ્યા બાદ આજે સવારથી પણ અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવાં શહેરોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના એસ.જી. હાઈવે, બોડકદેવ. બોપલ. શિવરંજીની સહિતમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરતમાં વરસાદની આગાહી કરી છે. કોરોના મહામારીમાં પાકના નીચા ભાવ બાદ ખેડૂતોને કમોસમી વરસાદથી ફરી એક વખત રડવાનો વારો આવ્યો છે.
સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસતાં ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જગતના તાતની મહેનત પર કમોસમી વરસાદ પાણી ફેરવી દેતાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગે આજે પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે અમરેલીમાં જિલ્લામાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, જેને લઈને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ, રાજકોટમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું છે.
રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આખી રાત અવિરત વરસાદ પડ્યો છે. વડોદરા શહેરમાં વહેલી સવારે વરસાદ પડવા સાથે હિલ સ્ટેશન જેવો માહોલ થઇ ગયો હતો. છેલ્લા બે દિવસથી હવામાનમાં આવેલા પલટાથી ઠંડીનો પારો ગગડી ગયો હતો. મોડી સાંજે પણ વડોદરાના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. વડોદરાની સાથે જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેતાં ખેડૂતો ચિંતામાં મુકાઇ ગયા હતા અને માવઠાને કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવી હતી.

Related posts

ગુજરાત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પ્રાથમિક સંવર્ગની બેઠક યોજાઈ…

Charotar Sandesh

અધિકારીઓના નામે રૂપાણીની સામે ભાજપના ધારાસભ્યોનો ખુલ્લો બળવો…?

Charotar Sandesh

૧૦૮ને રાજ્યભરમાંથી બે દિવસમાં ૮૬૮૦ કોલ ઇમરજન્સી કોલ મળ્યા…

Charotar Sandesh