Charotar Sandesh
દક્ષિણ ગુજરાત

લગ્નપ્રસંગમાં ૧૫૦ મહેમાનોની હાજરી, વરરાજાના પિતાની અટકાયત…

નવસારી : કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે ૨૯ જેટલાં શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કર્યો છે, જેમાં નવસારી પણ છે. ત્યારે નવસારી-વિજલપોરમાં કર્ફ્યૂનો કડકપણે અમલ કરવામાં આવે એ માટે પોલીસે પણ પેટ્રોલિંગ વધારી દીધું છે. ગઇકાલે રાત્રે વિજલોપરમાં આકારપાર્ક સોસાયટી ખાતે લગ્નપ્રસંગના જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૫૦થી વધુ લોકો હાજર હતા અને જમણવારનો આનંદ માણી રહ્યા હતા. એ જ સમયે પેટ્રોલિંગ પર નીકળેલી પોલીસ ત્યાં પહોંચી હતી અને વરરાજાના પિતા, કાકા અને પાડોશીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વિજલપોર પોલીસે તમામ સ્ટાફ સાથે શહેરના રૂટ પર બાઈક સાથે પેટ્રોલિંગ કર્યું હતું, જેમાં શુશ્રૂષા સર્કલથી વિઠ્ઠલ મંદિર સહિત રામનગર જેવા વિસ્તારોમાં નાઈટ કર્ફ્યૂના અમલીકરણ માટે લોકોમાં જાગૃતિ આવે એ માટે પોલીસકાફલો માર્ગ પરથી પસાર થતો હતો. એ દરમિયાન આકાર પાર્ક સોસાયટીમાં લગ્નપ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને જમણવાર ચાલી રહ્યો હતો. જમણવાર વખતે જ પોલીસ પહોંચતાં લગ્નપ્રસંગમાં હાજર મહેમાનોમાં નાસભાગ મચી હતી. પોલીસે આ મામલે ડિઝાસ્ટર મેનેજમેન્ટના નિયમોનો ભંગ થયો હોવાથી વરરાજાના પિતા ભૈરવસિંહ સિસોદિયા, કાકા સંજય સિસોદિયા અને પાડોશી તરુણ પાટીલ એમ ત્રણની અટકાયત કરી નાઈટ કર્ફ્યૂના નિયમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની કલમ લગાવી છે.

Related posts

લાખોનો ચૂનો : મેટ્રીમોની ઉપર યુવતીએ લગ્નના સપના બતાવી કરી છેતરપીંડી

Charotar Sandesh

દક્ષિણ ગુજરાતમાં મેઘો મૂશળધાર : વલસાડ-વાપીમાં વરસાદી આફત

Charotar Sandesh

સરદાર સરોવરમાં પાણીની આવક વધી, ડેમની સપાટી ૧૨૧.૭૦ મીટરે પહોંચી…

Charotar Sandesh