Charotar Sandesh
ગુજરાત

લગ્નમંડપમાં નવવધૂ કોરોના પોઝિટિવ આવતા ન થઇ દીકરીની વિદાય…

વલસાડ : વલસાડમાં કોરોના વાઇરસના વધતા જતા સંક્રમણ વચ્ચે મોટાબજારમાં, મુંબઇના યુવાન સાથે લગ્નની વેદી પર ચઢવા જઇ રહેલી મોટાબજારની યુવતીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા બંને પરિવાર ચિંતામાં મુકાઈ ગયા હતા. લગ્નવિધિ પૂર્ણ થઇ ગયા બાદ નવવધૂને લગ્નમંડપમાંથી સીધી તેના પિતાના ઘરે હોમ આઇસોલેશનમાં મૂકી દેવાઇ હતી. વલસાડના મોટાબજારમાં રહેતી રેની હિતેષભાઇ ગાંધી (ઉં.વ. ૨૮)ના લગ્ન મુંબઇના યુવાન સાથે નક્કી કરાયા હતાં.
સગાઇ થઇ ગયા બાદ યુવતી ગત તા. ૧૦-૧૧-૨૦૨૦ના રોજ વલસાડથી મુંબઇ ખરીદી માટે ગઇ હતી. ત્યાંથી પરત આવ્યા બાદ, અન્ય રાજ્યની હિસ્ટ્રીના આધારે આ યુવતીનો આરટી પીસીઆર ટેસ્ટ કરાવવામાં આવતા, આજે સવારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તાલુકા હેલ્થ ઓફિસર તથા કોવિડ-૧૯ ફ્લાઇંગ સ્ક્વોડ યુવતીના ઘરે પહોંચીને તપાસ કરી તો યુવતીના આજે લગ્ન, ધરમપુરરોડ ઓવરબ્રિજ પાસે સ્થિત સાંઇલીલા મોલ ખાતે હોવાની જાણ થઇ હતી.
જેથી બંને વિભાગના અધિકારીઓએ સાંઇલીલા મોલ ખાતે પહોંચીને જોયું તો જાન મુંબઇથી આવી ગઇ હતી અને લગ્ન લેવાની તૈયારી ચાલુ થઇ ગઇ હતી. જેથી આરોગ્યની ટીમે માનવીય અભિગમ દાખવીને, બંને પરિવારોને હકીકતથી વાકેફ કર્યા બાદ કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું પાલન કરવાની શરતે લગ્નવિધિ સંપન્ન કરવાનો સમય આપ્યો હતો.

Related posts

રાજ્યમાં રસીકરણનો આંકડો બે કરોડને પાર, ૨૩.૪૭ લાખ અમદાવાદીઓએ લીધી રસી…

Charotar Sandesh

મહામારીમાં મોંઘવારી માર, સિંગતેલમાં રૂ. ૩૨૦નો વધારો, ઉત્પાદનમાં બ્રેક…

Charotar Sandesh

હાર્દિક પટેલને દિલીપ સાબવાએ ગણાવ્યો કોંગ્રેસની ટિકીટનો સોદાગર…

Charotar Sandesh