Charotar Sandesh
ઈન્ડિયા

લદ્દાખમાં ચીન સાથે તણાવ પર બોલ્યા સીડીએસ રાવત, કહ્યું- એલએસી પર ઢીલ નહીં રખાય…

રાવતે જણાવ્યુ કે, ચીનની પીએલએ લદ્દાખમાં પોતાનુ દુસ્સાહસને લઇને ભારતીય સેનાની મજબૂત પ્રતિક્રિયાના કારણે અપ્રત્યાશિત પરિણામનો સામનો કરી રહી છે…

ન્યુ દિલ્હી : લદાખમાં ભારત-ચીન વચ્ચે છેલ્લા ૭ મહિનાથી ચાલી રહેલા તણાવને ઓછો કરવા માટે આજે ચુશુલમાં કોર કમાન્ડર સ્તરની ૮મી બેઠક ચાલુ છે. આ બધા વચ્ચે ભારતે ચીનને આકરી ચેતવણી આપતા કહ્યું છે કે તે એલએસી પર કોઈ પણ પ્રકારની છેડછાડ સહન નહીં કરે. જો ચીને કોઈ પણ ચાલાકી કરવાની કોશિશ કરી તો ભારત પોતાની જમીનની રક્ષા માટે ગમે તે પગલું ભરવામાં સંકોચ નહીં કરે. સીડીએસ જનરલ બિપિન રાવતે કહ્યું કે એલએસી પર તણાવ સતત યથાવત છે. બંને દેશોની સેનાઓ તણાવ ઘટાડવા માટે લગાતાર વાતચીત કરી રહી છે. અમને ડિફેન્સ ડિપ્લોમસીનું મહત્વ ખબર છે. આથી અમે મિલેટ્રી ડિપ્લોમસી સારી રીતે કરી છે. તેમણે કહ્યું કે ચીનને ભારતના જવાબનો અંદાજો નથી.
જો ચીનની સેનાએ લદાખમાં કોઈ પણ પ્રકારનું દુસ્સાહસ કરવાની કોશિશ કરી તો તેને ભારતીય સેના જડબાતોડ જવાબ આપવામાં પાછળ નહીં હટે. જનરલ બિપિન રાવતે સ્પષ્ટપણે કહ્યું કે એલએસી પર કોઈ પણ પ્રકારના ફેરફાર મંજૂર નથી. ચીનની સેનાએ ૫ એપ્રિલ પહેલાની પોઝિશન પર પાછા જવું જ પડશે. એનાથી ઓછું કશું જ મંજૂર નથી. તેમણે કહ્યું કે હાલાત પર અમારી બાજ નજર છે. દેશની સેનાઓને ઘાતક બનાવવા માટે તેમના જોઈન્ટનેસનું કામ સતત ચાલુ છે. તેમનો વિભાગ દેશની પહેલી Martime Theatre Command અને એર ડીફેન્સ કમાંડ બનાવવાની દિશામાં સતત આગળ આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં દેશે એક યુદ્ધ સોશિયલ મીડિયા ઉપર પણ લડવું પડશે. આ એક મનોવૈજ્ઞાનિક યુદ્ધ હશે જેમાં બીજા દેશ પર મનોવૈજ્ઞાનિક રીતે હુમલો કરવાની કોશિશ હશે.
આ યુદ્ધની કેટલીક ઝલક આપણે હાલના દિવસોમાં જોઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે આવનારા વર્ષોમાં આપણી ડિફન્સ ઈન્ડસ્ટ્રી મજબૂત થશે. તેનાથી દેશની રક્ષા શક્તિ ખુબ મજબૂત થશે અને સેનાઓને પણ અત્યાધુનિક હથિયારો સતત મળતા રહેશે. નેશનલ ડિફેન્સ કોલેજના વેબિનારને સંબોધન કરતા જનરલ રાવતે કહ્યું કે છેલ્લા ૩૦ વર્ષમાં પાકિસ્તાન આર્મી અને ISIએ સતત જમ્મુ કાશ્મીરમાં આતંક ફેલાવી રાખ્યો છે. આ એક એવો પડોશી છે જેને ક્યારેય સુધારી શકાશે નહીં. તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ દાયકાથી પાકિસ્તાન ઈસ્લામિક કટ્ટરપંથી અને ધાર્મિક આતંકવાદનું મુખ્ય કેન્દ્ર બનેલું છે. તે આ આતંકવાદને ભારત વિરુદ્ધ હથિયાર તરીકે ઉપયોગમાં લે છે. સરહદ પર પાકિસ્તાની સેના સીઝફાયરનો ભંગ કરીને આતંકીઓને કાશ્મીરમાં ઘૂસણખોરી કરવા માટે મદદ કરે છે. ત્રણ દાયકાઓમાં પાકિસ્તાને આતંકવાદને વધુ પ્રોત્સાહિત કર્યું છે.

Related posts

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર : ત્રણ દિવસમાં એક લાખ કેસ : ગમે ત્યારે લોકડાઉન જાહેર ?

Charotar Sandesh

બસ હવે બહુ થયું, જવાનોની શહીદી પર PM મોદી મૌન કેમ? : રાહુલ ગાંધી

Charotar Sandesh

વેપારીઓ તો ઠીક બેન્કો પણ સિક્કા ન સ્વીકારતી હોવાની ફરિયાદો ઊઠી…

Charotar Sandesh