Charotar Sandesh
સ્પોર્ટ્સ

લોકડાઉન વધતા IPL સીઝન ૧૩નું સપનું રોળાયું, આગામી આદેશ સુધી સ્થગિત…?

નવી દિલ્હી : કોરના વાયરસના વધતા પ્રકોપની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકડાઉન ૩ મે સુધી વધારવાની જાહેરાત કરી છે. આ સ્થિતિમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૧૩ની આશા પણ ખતમ થઈ ચુકી છે.

બીસીસીઆઈ સૂત્રોના જણાવ્યા મુજબ, આઈપીએલને આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવે છે. આ પહેલા ૧૫ એપ્રિલ સુધી આઈપીએલને રદ્દ કરી દેવામાં આવી હતી પરંતુ આજે પીએમના સંદેશ બાદ આઈપીએલને રદ્દ કરી દેવામાં આવી છે. બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી આવતીકાલે સત્તાવાર અપડેટ આપશે.

આ પહેલા બીસીસીઆઈએ ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લગીને ૧૫ એપ્રિલ સુધી સ્થગિત કરી દીધી હતી. બીસીસીઆઈના અધિકારીના જણાવ્યા મુજબ, અમે એક જવાબદાર સંસ્થા છીએ અને પહેલા દેશ ઉભો થઈ જાય તેમ ઈચ્છીએ છીએ. જે બાદ અમે ક્રિકેટ અને આઈપીએલ અંગે વાત કરીશું. કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં ક્રિકેટ, ફૂટબોલ, બેડમિન્ટન સહિતની તમામ સ્પોટ્‌ર્સ એક્ટિવિટી હાલ બંધ કરી દેવામાં આવી છે.

Related posts

વિન્ડીઝને ૬ વિકેટે હરાવી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ૨-૧થી સિરીઝ જીતી…

Charotar Sandesh

રોહિત શર્મા ૪૦૦ સિક્સ ફટકારનાર ભારતનો પ્રથમ બેટ્‌સમેન બન્યો

Charotar Sandesh

લાલ બૉલથી મારી જાતને સાબિત કર્યા બાદ ટેસ્ટ ક્રિકેટમાં કરીશ ડેબ્યૂ : ચહલ

Charotar Sandesh