Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરામાં અગરબત્તી બનાવતી કંપનીમાં લાગેલી ભીષણ આગ : ફાયરબ્રિગેડની ૧પ ગાડીઓ તૈનાત…

વડોદરા : જિલ્લામાં મકરપુરા જી.આઈ.ડી.સી.માં આવેલી અગરબત્તી બનાવતી કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડની ૧૫ ગાડી દ્વારા આગને કાબૂમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવમાં જાનહાનિ થયેલ નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મકરપુરા જીઆઈડીસીમાં આવેલી શ્રીજી અગરબત્તી વર્કસ નામની કંપનીમાં સવારે ચાર વાગ્યાના સુમારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના બનાવની જાણ મકરપુરા જીઆઇડીસી ફાયરબ્રિગેડને થતા લાશ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થળ પર પહોંચેલા લાશ્કરોએ આગનું વિકરાળ સ્વરૂપ જોઈ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. એ બાદ વડોદરા શહેરનાં તમામ ફાયર સ્ટેશનોમાંથી ૧૫ પાણીના બંબાઓ રવાના કરવામાં આવ્યા હતા. આગને કાબૂમાં લેવા માટે ફાયરબ્રિગેડના સબ ફાયર ઓફિસરો સહિત ૩૫ જેટલા લાશ્કરો કામે લાગ્યા હતા.

  • Ravi Patel, Vadodara

Related posts

વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ૧૩ હજાર લિટરની લિક્વિડ ઓક્સિજન ટેન્ક ઉભી કરાઈ…

Charotar Sandesh

રાજીનામાની અટકળો વચ્ચે કોંગ્રેસ કાર્યાલયે હાજર થયા આણંદ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર…

Charotar Sandesh

અમદાવાદમાં આભ ફાટ્યું : એલિસબ્રિજ સહિતના વિસ્તારોમાં ૧૮ ઈંચ જેટલો વરસાદ : શાળા-કોલેજો બંધ

Charotar Sandesh